વાંસદા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
210

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો.

“રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2023″ નિમિતે ” આયુર્વેદ ફોર વન હેલ્થ” તથા “હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ” અભ્યાન અંતર્ગગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ ના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયોજીત અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી અને બીલીમોરા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદાના સહયોગ થી જલારામ હોલ,વાંસદા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી માન.પરેશભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ હાજર રહ્યા.આયુષના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ના ભાગરૂપે રાણીફળિયા થી વાંસદા જલારામ હોલ સુઘી ગુરુકુળ હાઈસ્કૂલ રાણી ફળિયાના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું.

જેમાં તમામ પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતાં.
આયુષ મેળાનો શુભારંભ વાંસદા રાણી ફળિયાના ગુરુકુળ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવ્યો. ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવોનું ઔષધિય રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લા.આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માન. જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા આયુષ ચિકિત્સાનો લાભ ગ્રામ્ય કક્ષા સુધી મળે તે માટે અપીલ કરી.પ્રાકૃતિક ખેતી અને ઔષધીય ખેતી અને તેના ઉપયોગ વિશે વધુમાં વધુ લોકો માહિતગાર થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું.માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ દ્વારા આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ, કોવીડ દરમ્યાન આયુષ શાખા નવસારી દ્વારા કરેલ કામગીરી ને બિરદાવી અને આયુષ ચિકિત્સાનો લાભ લોકો વધુ ને વધુ લે તે માટે લોકોને પ્રોત્સાહિત કર્યા.

આયુષ મેળામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી શ્રીમતી અંબાબેન મહાલા, આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી શ્રીમતિ સુમિત્રાબેન ગરાસીયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી બાબજુભાઈ ગાયકવાડ,જીલ્લા પંચાયત સભ્યશ્રી ચંદુભાઈ જાદવ, જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયત વાંસદા તાલુકા સભ્ય યોગેશભાઈ દેસાઈ,ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબશ્રી જય વિરેન્દ્રસિંહજી સોલંકી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ ગોરાંગના કુમારી તેમજ વિરાંગના કુમારી,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મંત્રી શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી,નાના કુવરસિંહ શ્રી અમરેન્દ્રસિંહ કુંવરજી, વાંસદા તાલુકાના આગેવાન શ્રી નટુભાઈ પાંચાલ,ધર્મેશભાઈ પુરોહિત,દિનેશભાઈ ભાવસાર,પ્રાંત અધિકારી શ્રી ડી.આઇ.પટેલ,તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા યોગાસનોનુ પ્રદર્શન કરવામા આવ્યુ.તેમજ દર્દીઓને જરૂરી યોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. વૈધ મયુરકુમાર વાઘ મે.ઓ સરકારી આયુર્વેદ દવાખાના બોડવાક દ્વારા આભાર વિધિ કરી આયુષ મેળા ને ખુલ્લો મુકવામા આવ્યો .આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન- સારવાર કેમ્પ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું.આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહ બાદ આમંત્રિત મેહમાનો એ આયુષ પ્રદર્શનની તથા સ્ટોલ મુલાકાત લીધી. આ આયુષ મેળામા વાંસદા તાલુકા અને આસપાસ જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

રીપોર્ટ –
TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here