વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે કુલ ૬૦૪ લાભાર્થીઓને ૨૧.૭૪ લાખના ચણા બિયારણ કિટનુ વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે ચણા બિયારણ કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા નવસારી દ્વારા સરકારશ્રીની NFSM સહાયકારી યોજનાઓ અંતર્ગત વાંસદા તાલુકાના કુલ ૬૦૪ લાભાર્થીઓને ૨૧.૭૪ લાખના ચણા બિયારણ કિટનુ વિતરણ કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
ક્રાર્યક્રમ ની રૂપરેખા અને ખેતી પાકોની વિશેષતા વિષે પી. બી. કોલડીયા મદદનીશ ખેતી નિયામકશ્રી ઓ સૌને અવગત કર્યા હતા.

સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી બાબજુભાઈ ગાયકવાડ એ ખેડૂતોને ચણા પાકની ખેતી કરી આવકમાં વધારો કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.
નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન પટેલએ ખેડૂતોને ગાય આધારિત ખેતી અને દેશી જાતોના વાવેતર કરવા બાબતે જણાવ્યું હતું. ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓના લાભ મેળવવા વારસાઈ કરાવવા અને જાતિના દાખલા કઢાવવા લોકોને અપીલ કરી હતી.

વાંસદા તાલુકાના નાનીભમતી સીડ ફાર્મ ખાતે નવસારી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વાંસદા તાલુકાના ખેડૂતો આર્થિક પગભર થાય અને ખેતી થકી આવક મેળવી પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ચણા બિયારણ કિટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા, તથા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ, જીલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ પટેલ, શ્રીમતિ દિપ્તીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ-વાંસદા, માધુભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ-વાંસદા, ડો.લોચનભાઈ શાસ્ત્રી વાંસદા ભાજપ ડોક્ટર સેલ કન્વિનીયર તથા વાંસદા વિધાનસભાના “મન કી બાત” ના ઇન્ચાર્જ,વાંસદા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ તથા પરશુભાઈ અને અન્ય પદાધીકારીઓ તેમજ નાની ભમતી ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી એમ. એન. ભોયા મદદનીશ ખેતી નિયામક, શ્રી પી. બી. કોલડીયા મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારીશ્રીઓ અને ગ્રામસેવકોએ લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી કરી હતી.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!