વાંસદા વકીલ મંડળ દ્વારા કાર્યવાહી ની માંગ ,શ્રધ્ધા નર્સિંગ હોસ્પિટલના ડોકટર દ્વારા વકીલ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા ઉચ્ચ અધિકારી ને પણ રજૂઆત,સાથે ડોકટર એસોસિયન દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું

0
242

શ્રધ્ધા નર્સિંગ હોસ્પિટલના ડો.સુનિલ પટેલે વાંસદા વકીલ મંડળના સભ્ય અને આસીસટન્ટ સરકારી વકીલ ચેતન એમ.ઠાકરે સાથે અભદ્ર અને ગે૨વર્તણૂંક કરી હતી. ત્યારે વાંસદા વકીલ મંડળ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી .

વાંસદા વકીલ મંડળના સભ્ય અને નવસારી જીલ્લાના એડીશનલ સરકારી વકીલ ચેતન ઠાકરે ના ભાઈ ની પત્નિને પ્રસુતી અંગેની તાત્કાલીક સારવાર કરવાની જરૂર હોવાથી તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ તેમના મિત્ર મારફતે નાની ભમતી ખાતે આવેલ શ્રધ્ધા નર્સિંગ હોસ્પીટલ ચલાવતા ડો.સુનીલ પટેલને ફોન કરી દર્દી અંગેની જાણકારી આપી હતી.અને એપોઈન્મેન્ટ લઈ તેમની હોસ્પીટલમાં લઈ ગયા હતા.ત્યારે ડોકટર હાજર ન હતા અને તેમના પુરૂષ કંપાઉન્ડર દર્દીને દાખલ કરી તપાસ કરવા લાગ્યાં હતાં.

ત્યારે, ચેતન ઠાકરે એ ડો .સુનીલ પટેલને ફોન કરેલો પરંતુ ડો.સુનીલ પટેલ ફોન ઉપાડેલ નહી.તેમજ સારવાર કરવા માટે પણ નહોતા આવ્યા.લગભગ અડધો કલાક બેસાડી રાખ્યા પછી તેમણે હોસ્પીટલના તેમના કંપાઉન્ડરને ફોન કરીને જણાવેલ કે, તેઓ આવવાના નથી અને નવસારી તેમના ઘરે છે. અને દર્દીને દાખલ નહી કરવા જણાવેલું અને આમ કરી મોટી હોસ્પીટલ ધરાવતા અને તેમની હોસ્પીટલમાં ઘણા પેશન્ટો હોવા છતા હોસ્પીટલ છોડીને જતા રહ્યા હતા.આ પ્રકારે ડોકટર એ દર્દીઓ સાથે ગંભીર બેદરકારી દાખવી હતી.

જેથી ચેતનભાઈ ઠાકરે ને તેમના સબંધીને બીજી હોસ્પીટલમાં તાત્કાલીક દાખલ ક૨વાની ફરજ પડી હતી.ત્યારે જનમ હોસ્પીટલ રાણી ફળીયામાં એક પેશન્ટનું ઓપરેશન ડો.સુનીલ પટેલ એ સાથે રહી ઓપરેશન કર્યું હતું.અને તે દર્દીની સારવારમાં ખામી રહેવાથી ગંભીર સ્થિતી થતા દર્દીને વલસાડ ખાતેની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નિપજ્યું હતું

.આ ઘટના ને લઈને વાંસદા પોલીસ ડો.સુનીલ પટેલને ત્યાં તથા જનમ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી હતી.પરંતુ ડો.સુનીલ પટેલ એ એવું માની લીધું હતું કે, આ પોલીસ ચેતન ઠાકરેએ મોકલેલ છે.જેની અદાવત રાખી ડો .સુનિલ પટેલ એ વકીલ ચેતન ના મિત્ર મુકેશને ફોન કરીને ધાક ધમકી આપેલી અને તમને તથા ચેતનને બદનામ કરીશ તેવી ધમકીઓ આપી હતી.

ડો.સુનીલ પટેલ તેમની ગુનાહીત બેદરકારી છાવરવા માટે તેમના જેવાજ બેદરકાર ડોકટરોને ભેગા કરી વાંસદા વકીલ મંડળના સભ્ય ચેતન ઠાકરે વિરૂધ્ધ આક્ષેપો કરતું નિવેદન મામલતદારને તેમજ અન્ય અધિકારીઓને મોકલેલ . તેમાં જે આક્ષેપો કરેલા છે. જેને વાંસદા વકીલ મંડળ એ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

ડો .સુનીલ પટેલએ ઓડીઓ ક્લિપ વાયરલ કરી હતી.જેમા વાંસદા ના વકીલ મંડળ સભ્યો ની તથા પરીવાર જનોની તથા સગા સબંધીઓની સારવાર નહી કરવા ડોકટરોને જણાવેલ છે.તે બાબત પણ ડોક્ટરી વ્યવસાય ના નિયમની વિરૂધ્ધ હોય .વાંસદા તાલુકા ના કહેવાતા ડોકટર એશોસિયેશનના સભ્યો દ્વારા જે આવેદન પત્ર આપી વાંસદા વકિલ મંડળના સભ્યને ખોટી રીતના બદનામ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ત્યારે વાંસદા વકીલ મંડળ દ્વારા વાંસદા તાલુકાના ખાનગી હોસ્પીટલો ધરાવતા તમામ ડોકટોરોની મિલકતની તાતકાલીક તપાસ,ખાનગી હોસ્પીટલના ડોકટરો એ સારવાર કરેલ દર્દીઓના રજીસ્ટરની તપાસ,ખાનગી હોસ્પીટલમાં ચાલતા મેડીકલ સ્ટોરની આવક જાવકની તપાસ,મેડીકલ સ્ટોરમાં કયાં ફાર્માશિષ્ટ ની નિમણૂંક કરવામાં આવી,ખાનગી હોસ્પીટલોની બિલ્ડીંગઓમાં ફાયર સેફટી અંગેની વ્યવસ્થા વગેરે મુદ્દાઓને લઈને તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી.

.TODAY 9 SANDESH NEWS

– રીપોર્ટ –

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here