વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં ભીનારની સદગુરુ હાઇસ્કૂલની કૃતિ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ

0
137

જીવન-પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીની કૃતિમાં કચરા દ્વારા વિધુત ઊર્જા ઉત્પન્ન કરવાની કૃતિ પ્રથમ ક્રમે આવી હતી

વાંસદા તાલુકાના ઉનાઈની વિધાકિરણ હાઈસ્કૂલમાં જી.સી.ઈ.આર.ટી.ગાધીનગર પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી નવસારી તથા નવસારી જિલ્લા મા.શાળા.વિજ્ઞાન મંડળ દ્વારા આયોજીત ખાતે વિજ્ઞાન- ગણિત પ્રદર્શન 2023 યોજાયો હતો જેમાં સ્વાસ્થ્ય, ખેતી, વાહન પ્રત્યાયન, જીવન-પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી, ગણનાત્મક ચિંતન જેવા 5 વિભાગમાં વાંસદા તાલુકાની વિવિધ શાળાઓની 65 કૃતિ ઓ રજૂ કરાઇ હતી.

આ વિજ્ઞાનની કૃતિઓ નિહાળવા માટે 10 સ્કૂલોમાંથી 2137 વિદ્યાર્થીઓ આવ્યા હતા. વિભાગ 2 માં જીવન – પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના વિષય પર શ્રી સદગુરુ હાઇસ્કૂલ ભીનારે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કૃતિ રજૂ કરી હતી.

જેમાં શાળાને વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી.શાળાના વિજ્ઞાનના શિક્ષકો સાયમાબેન નેહાબેન અને ભાવનાબેનના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો જીનલ પટેલ અને સુષ્ટિ પટેલે કચરા દ્વારા વિધુત ઊર્જાનું ઉત્પાદન સાથે વિવિધ ફાયદાઓ વિષયે સુંદર રજૂઆત કરી શાળાને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનાવ્યા છે.આવનાર સમયમાં વિભાગ 2માં શ્રી સદગુરુ હાઈસ્કુલ ભીનારની કૃતિ નવસારી જિલ્લા કક્ષાએ વાંસદા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં વિજેતા થવા બદલ શાળાના ટ્રસ્ટ્રીઓ અને શાળાના આચાર્ય દિનેશભાઇ જે. પટેલ તથા શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટ — TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

-અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here