બુધવારના રોજ સાંજે 6:04 કલાકે ભારતનું ચંદ્રયાન-3 ચાંદ ની સપાટી પર લેન્ડિંગ કરવાનું હોય ભીનાર દૂધ ડેરી હોલ ખાતે ડો. લોચન શાસ્ત્રી,સુનિલભાઈ પટેલ ,પ્રશાંત પટેલ અને તેમની ટીમ મળીને ખૂબ જ મહેનતથી તૈયારી કરી હતી.દૂધ ડેરી હોલમાં ચંદ્રયાન ૩ ના ઉતરાણ ને લાઈવ સૌ નિહાળી શકે તે માટે મોટા સ્ક્રીન નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં ભીનાર ગામની સદગુરુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ,પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા પાટી ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એમ 500 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા .સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતની સદસ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ , સદગુરુ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પટેલ , પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ , પાટી ફળિયા સ્કૂલના પ્રિન્સિપાલ નવનીતભાઈ તેમજ દૂધ ડેરીના મંત્રી સુરેશભાઈ ,વિનોદભાઈ, દીપકભાઈ પટેલ ,વિજયભાઈ હાજર રહ્યા હતા. જેવું આપણું ચંદ્રયાન ત્રણ નું વિક્રમ લેન્ડર ચાંદ ની સપાટી પર ઉતર્યું તેવું આખો હોલ તાળીઓના ગડગડાટ ની સાથે જ બધાની આંખોમાં હર્ષના આંસુઓ સાથે ભારત માતાકી જય અને વંદેમાતરમ્ ના નારા સાથે આખો હોલ ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ ડેરીના પટાંગણમાં સૌ સાથે એકઠા થઈ ફટાકડા ફોડી અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી ઉત્સવની જેમ આ ખુશીની પળને લોકોએ માણી હતી અંતમાં ગામ લોકોએ અને સ્કૂલના શિક્ષકોએ આ સફળ આયોજન બદલ ડૉ લોચન શાસ્ત્રી અને સુનિલભાઈ પટેલ નો ખુબ આભાર માન્યો હતો અને ભીનાર દૂધ ડેરીના સંચાલકોનો પણ આ પ્રસંગે હોલ આપવા માટે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા