શ્રી સદગુરુ હાઇસ્કુલ ભિનાર માં અભ્યાસ કરતા સ્પોર્ટ્સ વિભાગમાં ગ્રામ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ભાઈ- બહેનો રમતના વિવિધ કૌશલ્ય સાથે સાથે સ્પોર્ટ્સ ક્લાઇમિંગના કૌશલ્ય માં પણ વાંસદા તાલુકા ગોધાબારી ગામના તોરણીયા ડુંગર એટલે કે પશ્રિમ ધાટ નાં પર્વતમાળા ખડકોના સપાટી ઉપર નાના-નાના કુશળ કૌશલ્ય નો અભ્યાસ કરી છેક માઉન્ટના શિખરો સુધી પહોંચવા સફળ રહ્યા,
હાલમાં યોજાયેલ પર્વતારોહણ દસ દિવસના બેઝિક રોક ક્લાઇમિંગ તાલીમ “સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન, માઉન્ટ આબુ ગૌમુખ રોડ રાજસ્થાન ખાતે ભીનાર હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ કુમારી ઉર્વશી કમલેશભાઈ -ભીનાર, કુમારી ભૂમિકા મંગુભાઈ – કુરેલીયા, ધવલકુમાર સુરેશભાઈ પટેલ કુરેલીયા, પટેલ હર્ષકુમાર સુનીલભાઈ કુરેલીયા, પટેલ કાર્તિક કુમાર મંગુભાઈ- કુરેલીયા, ગામીત મીતકુમાર નવીનભાઈ- ચરવી, પટેલ તન્મય કુમાર રાજેશભાઈ -કુરેલીયા, ગામીત દિવ્યેશભાઈ દિનલીશભાઈ -ધરમપુરી,
તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીને *પિનલકુમારી અનિલભાઈ પટેલ-કુરેલીયા કે જેવો ” પર્વતારોહણની તમામ ફોર્મેટ માં જેમકે એડવેન્ચર,બેઝિક, એડવાન્સ અને કોચિંગ આમ તમામ પર્વતારોહણના કેમ્પમાં સફળ થયેલ છે,
દક્ષિણ-ગુજરાત નવસારી જિલ્લા ભીનાર શ્રી સદગુરુ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઉધમી વિદ્યાર્થીઓને સફળતા થી કેમ્પ પૂરો કરેલ છે.જે બદલ ઇન્ચાર્જ આચાર્યશ્રી, વિનોદભાઈ પટેલ અને મહેશભાઈ. પ્રકાશભાઈ. ભાવેશભાઈ શાળા પરિવાર અભિનંદન સાથે વિદ્યાલય ની સફળતા અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હીરેન પટોડીયા અને જિલ્લા રમત-ગમત કચેરી નવસારી દ્વારા તમામ કોર્ષ એડવેન્ચર,બેઝિક, એડવાન્સ અને કોચિંગ નાં વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા.
વિશેષ માં આદિવાસી ક્ષેત્રમાં યુવા વર્ગને સતત માર્ગદર્શન આપનાર તથા સફળ પર્વતારોહક નિષ્ણાંત ડૉ.વિજય પટેલ- SOS ( ચોકબોલ અને પ્લેય્ડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા તેમજ કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા.) તેમની નિષ્ણાંત ટીમના મિત્રો જણાવે છે કે હાલ સદગુરુ હાઇસ્કુલ ભિનાર વિદ્યાર્થીઓને, કે જેઓ ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા
વાંસદા -અમિત મૈસુરીયા – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ