આજરોજ તારીખ 28 6 2023 ના રોજ વાંસદા તાલુકા સૈશિક મહાસંઘની કારોબારી હોટલ સન્વેમાં મળી. જેમાં શૈક્ષિક સંઘના હોદ્દેદારો, કેન્દ્રીય મંત્રીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા.આ કારોબારી વાંસદા શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ માહલા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ. જેમાં ગુરુવંદના કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આરએસએસ નવસારી અને ડાંગ ગ્રામીણના સંયોજક જશવન્તભાઈ મોરે અને ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એમના વક્તવ્ય માં રાષ્ટ્રકે હિતમે શિક્ષા, શિક્ષાકે હિત મે શિક્ષક અને શિક્ષક કે હિત મેં સમાજ પર સુંદર સવાદ રજૂ કર્યો હતો. ત્યારબાદ વાંસદા તાલુકાની કારોબારી શરૂ થઈ હતી. કારોબારીમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને HTAT સંવર્ગની રચના કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે પ્રાથમિક શાળા મોળાઆબા આચાર્ય શ્રી દિપકભાઈ અને મહામંત્રી તરીકે પ્રાથમિક શાળા મનપુરના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી.
આ ઉપરાંત તાલુકાના જેવા કે મહિલા ઉપાધ્યક્ષ તરીકે આશાબેન નાંદોતિયા , સહમંત્રી તરીકે શ્રી દશરથભાઈ બડીયા આંતરિક ઓડિટર તરીકે સંજયભાઈ પટેલ અને જિલ્લા કારોબારી તરીકે સોનમબેન પટેલ પ્રા.શાળા ખડકિયા અને રાહુલભાઈ મોળાંઆબા નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત શિક્ષકોના અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેવા કે વિદ્યા સહાયક પગાર વધારો, શિક્ષકોને અન્ય કામગીરી માંથી મુક્તિ , પ્રવાસી શિક્ષક,BLO ની કામગીરી OPS,HTAT નિયમો વગેરે મુદ્દાઓની ચર્ચા કરી.ઉપલી કક્ષા એ રજૂઆત કરી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે ઠરાવ કરવામાં આવ્યા. કારોબારી માં કારોબારીમાં નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી શિશિરભાઈ ટંડેલ અને દક્ષિણ સંભાગના સંગઠન મંત્રી એવાશ્રી દિપેશભાઈ ભગતનું આગમન થયું અને કારોબારી વેગવંતી થઈ. ઘણા પ્રશ્નોની ચર્ચાઓ થઈ તે અંતે તાલુકાના અધ્યક્ષ કારોબારીના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ માહલાના ઉદબોધનમાં ઘણા બધા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા અને કારોબારી નવા સત્રમા નવા ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં આવી.
TODAY 9 SANDESH NEWS