—- આનંદ તપોવન યોગ સાયન્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ.નવતાડ એ ઇન્ડિયન યોગ એસોસયેશન તથા પરમાનંદ યુનિવર્સિટી ટ્રસ્ટ ઇન્દોર નું એસોસિએટ સેન્ટર છે. સરકાર માન્ય યોગ કોર્સિસ ચલાવતું એક માન્ય સેન્ટર આનંદ તપોવન હોલિસ્ટીક હીલિંગ થ્રૂ યોગ, આયુર્વેદ અને નેચરોપેથીને અનુસરી કમ્પ્લેટ ડ્રગ્લેશ ઠેરાપિશ પણ પ્રોવિડ કરે છે. જેમાં બધા જ વાત, કફ અને પિત્ત દ્વારા ઉદભવતા તમામ રોગોની સારવાર કરવામાં આવે છે.આનંદ તપોવન દ્વારા હમણાં સુધીમાં ૧૫૦૦૦થી વધારે બાળકોને યોગ અને ધ્યાન શીખવવા માં આવ્યું છે.
હાલ બીલીમોરા સોમનાથ મંદિર તથા જલારામ મંદિર ના સહયોગ થી દર મહિના ના બીજા અને ચોથા શનિવારે વિના મૂલ્યે યોગ અને ધ્યાન ના વર્ગો ચાલે છે. આનંદ તપોવન ના યોગાચાર્ય બ્રહ્માનંદ ભારત સરકાર દ્વારા સર્ટિફાઇડ યોગ માસ્ટર અને ગુજરાત ના એકમાત્ર ભારત સરકાર ના સર્ટિફાઇડ થેરાપેટિક યોગ કન્સલટન્ટ છે. હાલ વાંસદા યોગ ના બે વર્ગ પૂરા કરી જૂન માં નવો યોગ ક્લાસ શરુ થશે. ૨૧ જૂન ના રોજ વાંસદા ખાતે યોગ દિવસ ની ભવ્ય ઉજવણી થશે એવું આનંદ તપોવન ના ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા જણાવવામાં આવ્યું
.વિના મૂલ્યે યોગ ક્લાસ ના લાભ લેવા માટે તથા વધુ માહિતી માટે સંપર્ક વૈશાલી શાહ -97007 82222
અમિત મૈસુરીયા-વાંસદા