
ઉનાઈ ખાતે વિદ્યાકિરણ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.
ઉનાઈ ગામે વિદ્યાકિરણ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મનીષભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ ધવલભાઇ ઢીમ્મરે પોતાની અમૂલ્ય હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલમાં નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું તિલક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા આવનાર વિદ્યાર્થીઓને શાળા પ્રત્યેનો પોતાનો અભિગમ સુંદર રીતે વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સરપંચ તરફથી SSC માં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને અને શાળાના શ્રેષ્ઠ પરિણામ માટે શાળાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સરપંચ શ્રી મનીષભાઈએ પ્રસંગને અનુરૂપ સુંદર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું અને આશીર્વાચનો આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં મીઠાઈની વહેંચણી કરી હતી અને પ્રસંગને શોભવ્યો હતો.
અમિત મૈસુરિયા