વાંસદા: ધારાસભ્ય ઉપર જીવલેણ હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલનારા સામે કાર્યવાહી ન થતા આવેદનપત્ર આપવામાં આવ્યું વાંસદા તાલુકાના જાગૃત આદિવાસીઓ દ્વારા વાંસદા મામલતદારને આવેદનપત્ર સાથે જણાવ્યું હતું કે વાંસદા - ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ જેઓ તારીખ ૧૬ ડીસેમ્બર ના રોજ વાંસદા તાલુકાના ઉનાઈ - ચરવી વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પ્રચારમાં હતા, તે દરમ્યાન લ ત્યાંથી પરત ફરતી વેળાએ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધારાસભ્ય અનંત પટેલની કાર પાસે આવી તેમના ઉપર જીવલેણ હુમલો કરી જાતિ વિષયક બિભસ્ત ગાળો આપી તેમની ગાડી ને પણ કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જે બાબતે વાંસદાના આદિવાસી યુવાનો દ્વારા આવા અસામાજીક તત્વોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ની અસરકારક કાર્યવાહી કરવાની જરૂર પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
Report. TODAY 9 SANDESH NEWS