ક્રાઈમ ન્યૂઝ

વાંસદા તાલુકાના ખાંભલા ગામેથી ૨૮,૫૧૦ રૂપિયાનો એક્ષપ્લોઝિવનો જથ્થો નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો.

વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગ હતા, એ દરમિયાન બાતમી મળી હતી કે, ખાંભલા ગામે એક મકાન લમાં ડીટોનેટરનો મોટો જથ્થો રાખેલ છે. ત્યારબાદ બાતમીના આધારે છાપો મારતાં રૂપિયા ૨૮,૫૧૦/-નો મુદ્દામાલ કબજે કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી.ટીમના પી.એસ.આઈ. સુર્યવંશી અને પોલીસ સ્ટાફએ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર એક્ષપ્લોઝીવનો જથ્થો રાખતા હોય કે વેચાણ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા,એ દરમિયાન બાતમીના આધારે ખાંભલા ગામના પાયરી ફળિયામાં રહેતા લક્ષુભાઈ કનુભાઈ ભગરીયાના રહેણાક મકાનમાં છાપો મારતા પાસ પરમીટ વગરના ગેરકાયદેસર એક્ષપ્લોઝિવ ઝીલેટીન સ્ટીક નંગ -૧૭૫ જેની કિંમત રૂપિયા ૨૬,૨૫૦/- તથા ઇલેક્ટ્રિક ડીટોનેટર નંગ ૧૧૩ જેની કિંમત રૂપિયા ૨૨૬૦/-મળી કુલ રૂપિયા ૨૮,૫૧૦/-નો જથ્થો વેચાણથી લાવી પોતાના મકાનમાં ગેરકાયેદસર રીતે બિન સલામતી રીતે પોતાની તથા બીજાના જિંદગી જોખમાય તે રીતે રાખી મળી આવતા કબજો લઈ ઘર માલિક લક્ષુભાઈ કનસુભાઈ ભગરીયાને વોન્ટેડ બતાવી આગળની કાર્યવાહી માટે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.Today 9 Sandesh Newsઅમિત મૈસુરીયા-

Related Posts

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!