અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં રસ્તો બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાની શંકા કલેકટર તપાસ ની માંગ
વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે હાલમાં 20 દિવસ પહેલા જ રસ્તો બનાવવામાં આવ્યા હોય પરંતુ રસ્તો બનાવવામાં સાવ હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતા રસ્તો ટુક સમયમાં જર્જરિત બનવા પામ્યો હતો. ૧૫ માં નાણાપંચ માંથી બનાવેલ ચાપલધરા મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ તરફ જતો અંદાજિત 88 મીટરનો માર્ગ હાલ 20 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો પણ આ ડામર માર્ગ ડામરનો છે કે માટીનો એક પ્રશ્નાર્થ ઉભો કરે છે કારણ કે માર્ગ બન્યા ને 20 દિવસ થયા છે ત્યારે ડામર વાળા રસ્તા પર ઘાસચારો ઉગી નીકળ્યો હોય જેને લઈ એવું પ્રતીત થઈ રહ્યું છે કે ડામર કપચીમાં ધુડિયું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે જેથી આ રસ્તો ડામરનો નહિ પણ માટીનો બનાવામાં આવે હોય એમ લાગી રહ્યું છે. જ્યારે આ રસ્તામાં હલકીકક્ષાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોય એમ લાગી રહ્યું છે ત્યારે આ અગાઉ પણ અલગ અલગ ગામોમાં આ કોન્ટ્રાક્ટરની રસ્તા બાબતે કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોય રસ્તા બાબતે થયેલા ભ્રષ્ટાચારમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો નાં મેણાપીપળાથી સરકાર શ્રીના નાણાંનો દૂર ઉપયોગ થતો દેખાઈ રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તંત્ર દ્વારા કાયદેસરના પગલાં લેવાશે કે પછી રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ભીનું સંકેલી લેવાશે એની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે
વર્ષો બાદ સરકારશ્રીના દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો જેમાં પણ કોન્ટ્રાકટર દ્વારા હલકીકક્ષાનું મટિરિયલ વાપરી રસ્તાની ગુણવત્તા બાબતે અનેક સવાલો ઉભા થયા હોય ડામર વાળા રસ્તા પર ઠેક ઠેકાણે ઘાસચારો ઊગી નીકળ્યો હતો જેથી રસ્તામાં ધૂળીયુ મટિરિયલ વપરાયો હોય જેને લઈ આ દિશામાં તંત્ર દ્વારા યોગ્ય તાપસ કરવામાં આવે એ જરૂરી છે
–: તેજસસિંહ પરમાર સ્થાનિક ચાપલધરા
અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ