ધરમપુર , કપરાડા તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાનું નજરે પડે છે.આ ગેરકાયદેસર રીતે ચાલતો વેપલો સામે જવાબદાર અધિકારી તપાસ હાથ ધરશે કે કેમ? જેસીબી અને મશીનથી ટ્રકો ભરી ભરીને મોટો રેતી નો જથ્થો કાઢી બીજી બાજુ એકઠો કરવામાં આવે છે.આવા લોકો સામે કડક કાર્યવાહી કરી સાધનો જપ્ત કરી દંડ ફટકારવો જરૂરી હોય તો અધિકારી જેતે વિસ્તારમાં ચાલી રહેલા રેતી ખનન ની તપાસ હાથ ધરી કાર્યવાહી કરશે કેમ કે? કે ભૂમાફિયાઓ સાથે કોઈ મિલીભગત કરી ચલાવી રહ્યા છે વેપલો.સવાલો ઘણા ઉઠી રહ્યા છે જવાબદાર કોણ?અધિકારી કેટલા દિવસ માં કરશે કાર્યવાહી? અને આ ગેરકાયદેસર ચલાવતા રેતી ખનન કરતા ભૂમાફિયાઓ ના નામો સાથે પર્દાફાશ કરવાની જરૂર છે .રીપોર્ટ : વલસાડ જિલ્લા બ્યુરો ચીફ અમૃત ગાંવિત