વાંસદા તાલુકાના સીએસસી સેન્ટરો પર આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવામાં ઉઘાડી લૂંટ

0
172

વાંસદા તાલુકાના સીએસસી સેન્ટરો પર આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવામાં ઉઘાડી લૂંટ. આધાર સાથે પાનકાર્ડ લીંક કરવાની રૂ.૧૦૦૦ ફી ઓનલાઇન ચૂકવવી પડે છે ત્યારે સીએસસી સેન્ટરોમાં રૂ.૧૨૦૦ ની આદિવાસી જનતા પાસે ઉઘાડી લૂંટ..
———–

વાંસદા તાલુકા મથકે ચાલતા સીએસસી સેન્ટર પર આધાર- સાથે પાન કાર્ડ લિંક માટે એક હજારના બદલે ૧૨૦૦નું ઉઘરાણું પાન સાથે આધાર લિંક કરનાર એજન્સીઓ વધારાના ૨૦૦થી ૫૦૦ જેટલો સર્વિસ ચાર્જના વસુલાતો હોવાની મધ્યમ વર્ગના રોષની લાગણી ફેલાઈ છે
વાંસદા પંથકમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો સીએસસી સેન્ટર અને પ્રાઇવેટ સેન્ટરો પર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ સેન્ટરો પર આધાર લિંકનીના નામે ગરીબ આદિવાસી જનતાને આધાર સાથે પાન કાર્ડ લિંક કરી આપવા માટે સીએસસી અને પ્રાઇવેટ સેન્ટરોના નામે લોકોને લૂંટવા માટે ખૂલેલી હાટડીઓમાં કેટલાક તક સાધુ એજન્ટો દ્વારા આધાર સાથે પાન લિંક નહિ કરાવોતો બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ જશે લેવડ દેવડ નહિ થાય તેવી ભ્રામકવાતો ફેલાવીને કેટલાક તકસાધુ એજન્ટો આદિવાસી અભણ પ્રજાને ઉઘાડી લૂંટના ઇરાદે ગરજવાન લોકોને લૂંટવાના વેપલો શરૂ કરી દીધો છે સરકાર દ્વારા હાલમાં લેવામાં આવેલ નિર્ણય બાદ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની ચિંતા વચ્ચે ફરી એક વાર લાંબી લાઈનો લાગીને આધારથી પાન લિંક કરાવવા મથી રહ્યા છે.ત્યારે પ્રાઇવેટ સેન્ટર પર ભારે ભીડ જોવા મળી રહી છે આ લિંક કરાવવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ હોવાથી તાલુકા મથકે ચાલતા સીએસસી સેન્ટરો, પર આધાર સાથે પાન કાર્ડ લિંક કરી આપનારા એજન્ટો દ્વારા આ જરૂરીયાતમંદ લોકો પાસે રૂપિયા ૨૦૦ થી ૫૦૦નો સર્વિસ ચાર્જ વસૂલી રહ્યા છે, તેનાથી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગમાં ભારે રોષ ફેલાયો છે તાલુકા મથકે ચાલતા સીએસસી સેન્ટર ચલાવવા માટે સરકારે પરવાનગી તો આપી છે પરંતુ આ ખુલેલા સીએસસી સેન્ટરો સિવાય પ્રાઇવેટ સેન્ટરો પણ લોકોને લૂંટવા માટે ખોલેલી હાટડીઓ પર જવા સિવાય ગરીબ જનતા પાસે કોઈ વિકલ્પ નહિ હોવાના કારણે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા માટે સેન્ટરો પર આવતા લોકોના પાન કાર્ડમાં અને આધાર કાર્ડમાં નામ અલગ અલગ હોવાને કારણે તકલીફો પડી હોય છે, જેમાં પાન કાર્ડની તારીખ સુધારાની તકલીફો વચ્ચે સવલતના નામે એજન્ટો ગરીબ આદિવાસી જનતા પાસે ધોળા દિવસે આધાર સાથે પાન કાર્ડ લિંક કરવાના નામે વ્યક્તિ દીઠ ૧૦૦૦ ના બદલે ૧૨૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલી લોકોને બેફામપણે ઉઘાડી લૂંટનો બિઝનેસ ચલાવી રહ્યા છે. જેથી સરકાર દ્વારા આ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરી આપવા માટે તાલુકા સદન ખાતે લિંક કરવાની સુવિધા અપાય એ હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાના ૧૨૦૦ અને સુધારા સાથે લિંક કરવાના ૧૫૦૦ ચાર્જ વસુલાયો છે જેમાં આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાના ૧૦૦૦ ની રશીદ આપવામાં આવી હતી અને ૨૦૦ રૂપિયા વધારાનો ચાર્જ વસુલાયો જે માત્ર ૫૦ રૂા. હોવા જોઈએ પરંતુ સુધારાના ૩૦૦,રૂપિયા લેવાય છે. સરકાર દ્વારા જે ઓથોરીટી સંસ્થાને માન્યતા મળી હોય તેવા સંસ્થાએ યોગ્ય ભાવ નક્કી કરવા જોઈએ.

શ્રીનારાયણ દુબે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here