વાંસદા તાલુકાના ઉનાઈ ગ્રામ પંચાયત ની હદ વિસ્તારમાં બનેલ પાકી દુકાનો ના વિવાદ મીડિયા અહેવાલ માં આવ્યા બાદ આખરે દુકાનો તોડવામાં આવી
ઉનાઈ ગ્રામ પંચાયત ના તલાટી અને સરપંચ ની કામગીરી થી તાલુકા ના બીજા સરપંચ અને તલાટી શીખ લેશે કે કેમ?
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા નાં એક માત્ર પવિત્ર યાત્રા ધામ ઉનાઈ ખાતે ગ્રામ પંચાયત ની જમીન માં પંચાયત ની આવક માં વધારો થાય એવા આશ્રયથી પતરા નો શેડ બનાવી લારીઓ અને ખાણી પીણી નાં ધંધાદારીઓ ને રોજિંદા ભાડા થી આપવામાં આવી હતી.ત્યારે અમુક ઈસમો દ્વારા પાકી દુકાનો બનાવી દીધી હતી.ત્યારે ગ્રામ પંચાયત ને આ બાબત ધ્યાને આવતા બે વખત અલગ અલગ વાર નોટીશો ફટકારી હતી.જે નોટીસો ને પણ ધ્યાને લેવા વગર બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું.ત્યારે આ બાબત અલગ અલગ ન્યૂઝ પેપરો માં પ્રકાશિત થયા બાદ હાલ દુકાનો તોડી નાખવામાં આવી છે. જેને લઈને આ પાકી દુકાનો હાલ તોડી નાખવામાં આવી છે. ત્યારે તાલુકાના બીજા પણ ગામો માં હેતુ થી વિપરીત બાંધકામો અને પરવાનગી વગર નાં બાંધકામો જોવા મળે છે. ત્યારે એ બાબત ની નોટિસો ફટકારતા પહેલા તલાટી અને સરપંચ નાં હાથ કાપે છે કે કેમ? કે પંચાયત નાં હોદેદારો ગાંધી છાપ નાં વજન નીચે દબાઈ ને સમગ્ર વેપલો થી અજાણ હોવાનો ઢોંગ કરે છે. ત્યારે આવનારા દિવસોમાં તાલુકાના અલગ અલગ ગ્રામપંચાયત દ્વારા ગેર કાયદેસર નાં બાંધકામો પર લાલ આખ કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે.
વાંસદા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સનરાઈસ કોમ્પલેક્ષ નું બાંધકામ પુરે પૂરું ગેર કાયદેસર હોય.જયારે જેતે સમય નાં ગ્રામ પંચાયત નાં સરપંચ દ્વારા આપવામાં આવેલ પરવાનગી અને એની વિગત જોતા સરપંચ અને બાંધકામ કરેલ ઈસમો સાથે સાથગાઠ માં સમગ્ર ગેર કાયદેસર બાંધકામ નો વેપલો કરવામાં આવ્યો હોય એમ કહેવું એકંદરે ખોટું નથી.જયારે ગ્રામ પંચાયત એ જૂનું મકાન ને રીપેરીંગ ની પરવાનગી આપી હોય.જયારે સરપંચ દ્વારા નવા બાંધકામ નાં નકશા હિસાબે બાંધકામ ની પરવાનગી આપી દીધી હોય.ત્યારે જેતે સમય નાં સરપંચ અને તલાટી ને ધ્યાનમાં આ બાબત નાં આવી હોય? ત્યારે આવનારા દિવસોમાં હાલ નાં ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી શું ભૂમિકા ભજવશે એ જોવું રહ્યું.
વાંસદા -અમિત મૈસુરિયા