આજ રોજ શ્રી ગ્રામ સેવા મંડલ વાંસદા સંચાલિત ઉતર બુનિયાદી આશ્રમ શાળા બાર તાડ ખાતે શ્રી તારાચદ બાપુ અને આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શ્રી પ્રફુલ શુક્લ ના આશિર્વાદ થી તેમજ તેમની ટીમે બારતાડ આશ્રમ શાળા ના વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીની ઓને ધાબડા તેમજ નોટબુકપેન્સિલ સાડી નું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાર તાડ નિરપણ ફલીયાના લોકોને પણ સાથે સાથે સાડી તેમજ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા
આ શુભ પ્રસંગે પ્રોફેસર ડો મનોજ શર્મા સુરત તેમજ વિજય જલનધાર એડવોકેટ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ વિજય ગોસ્વામી ચીફ ઓફ જી ટી પી એલ ચેનલ સાવલિયા હિન્દ ટીવી ચીફ તેમજ અર્પિત પંડ્યા ગાયત્રી પરિવાર સુરત અને તેમની ટીમે ઉત્સાહ પુર્વક વિતરણ કાર્યક્રમ યોજાયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા શ્રી વિમલભાઈ જોશીયા સાહેબ તેમજભાવેશભાઇ પટેલ સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યો અને આચાર્ય દ્વારા તમામ મહેમાનો ને આવકાર્યા અને તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને આવી જ રીતે આપ જીવન મા દાન કરતા રહો અને પ્રભુ આપને સારુ સ્વાસ્થ અર્પે તેવી શુભેચ્છા પાઠવી હતી તમામે સૌ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો
અમિત મૈસુરીયા. દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ