વાંસદા તાલુકામા નિર્માણ થઈ રહેલ રસ્તાઓના નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી : કલેકટર તપાસ કરે તે જરૂરી”( . રસ્તો બનાવ્યો ને ૭ દિવસ માં રસ્તા વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે તો તપાસ નો વિષય છે કે કેટલો ડામર અને કેટલી માટી વાપરી છે ? “)

0
149

: “સરપંચ , તલાટી થી લઈ તાલુકા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ટકાવારી આપવું પડે છે “
:– શાસક પક્ષના નેતા બિપિન માહલા


“કોન્ટ્રકટરો ફાટીને ધુમાડે ચઢ્યા છે અને સરેઆમ ભ્રષ્ટાચાર આચરી પ્રજાના નાણા થી પોતાના ગજવા ભરી રહ્યા છે”
વાંસદા તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ થઇ રહેલ માર્ગોના નિર્માણ કાર્યોમાં અધિકારીઓ પદાધિકારીઓ અને કોન્ટ્રકટરોની મિલીભગતમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢ્યો છે પદાધિકારીઓના માથા પર હાથ હોવાને કારણે કોન્ટ્રકટરો ફાટીને ધુમાડે ચઢ્યા છે અને સરેઆમ ભ્રષ્ટાચાર આચરી પ્રજાના નાણા થી પોતાના ગજવા ભરી રહ્યા છે.

“( . રસ્તો બનાવ્યો ને ૭ દિવસ માં રસ્તા વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે તો તપાસ નો વિષય છે કે કેટલો ડામર અને કેટલી માટી વાપરી છે ? “)


વાંસદા તાલુકાના અંકલાછ અને લાકડબારી ગામે તાલુકા પંચાયત દ્વારા નિર્માણ થયેલ રસ્તાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામલોકો મીડિયા સમક્ષ ફરિયાદ કરતા મીડિયાએ લોકોની ફરિયાદને ધ્યાનમાં લઈ નિર્માણ થયેલ ત્રણ ચાર રસ્તાઓની મુલાકાત લીધી હતી જેમાં કોન્ટ્રકટર દ્વારા ખરેખર રસ્તાઓના નિર્માણ કાર્યમાં હલકી કક્ષાના મટીરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું કેટલાક સૂચિત ડિસ્પ્લે બોર્ડ પર ડામરરોડ નિર્માણ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ રોડના નિર્માણમાં ડામર નો નામોનિશાન નથી હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરી માર્ગનો નિર્માણ કરવામાં આવ્યો છે અંકલાછ ગામે કામળઝરી થી ખાંડા ગામને જોડતો 303 મીટર લંબાઈ ધરાવતો રૂપિયા 3,30000ના ખર્ચે નિર્માણ થયેલ ડામરરોડ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે આ નિર્માણ થયેલ રસ્તાની લંબાઈ માપવામાં આવે તો તે પણ કામના વર્ક ઓર્ડર પ્રમાણે ન બન્યો હોવાનું સ્પષ્ટ થઈ જશે તેમ લોકો જણાવી રહ્યા છે .અંકલાછ મુખ્ય રસ્તાથી તેમુલભાઈ ના ઘર સુધીનો 1,65000 રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ માર્ગ તેમજ વણજારવાળી મુખ્ય રસ્તાથી બચુભાઇના ઘર સુધીનો રૂપિયા 1,50,000 ના ખર્ચે નિર્માણ થયેલ માર્ગ માં ભારે ગોબાચારી થઈ હોવાનું જણાઈ રહ્યું છે બાજુમાં આવેલ લાકડબારી ગામે મુખ્ય રસ્તા થી નવી વસાહત સુધીનો નિર્માણ થયેલ માર્ગ પણ ભ્રષ્ટાચાર નો પર્યાય બની ગયો છે અહીં રસ્તાના કામની વિગત દર્શાવતો સૂચિત બોર્ડ પણ મુકવામાં આવ્યો નથી જે અંગે પત્રકારે વાંસદા તાલુકા સાશકપક્ષના નેતા બિપિનમાહલા ને ટેલિફોનિક વાતચીત કરતા તેમણે ભાજપ સરકારના નિતિનિયમોને નેવે મૂકી ભ્રષ્ટાચાર ને સમર્થન આપતા હોય તેવી વાત કરી હતી અને કહ્યું હતું કે આ કામોમાં સરપંચ ,તલાટી થી લઇ તાલુકા અને જિલ્લાના તમામ અધિકારીઓને આપવાનું હોય છે પત્રકારે કહ્યું કે શું આપવાનું હોય છે ? ત્યારે પત્રકારને તેવો એ કહ્યું હતું કે તમે તો જાણો જ છો પત્રકારે કહું કે ગામલોકો ફરિયાદ કરે છે ત્યારે નેતાએ કહ્યું કે ગામલોકોને શુ ખબર પડે મેં તો કામ લાઉ છું એટલે તમારે નાના કામોમાં દખલઅંદાજી કરવાની નહી માહલાની વાત સાંભળી પત્રકાર પણ ચોંકી ઉઠ્યો હતો તો સુ ખરેખર વાંસદા તાલુકામાં વિકાસકામોમાં ટકાવારી ચાલે છે ? બધા અધિકારીઓ પદાધિકારીઓ હળીમળીને પ્રજાના વિકાસ માટે આવતા રૂપિયા ની લૂંટ કરી રહ્યા છે
હલકી કક્ષાના મટેરિયલ થી નિર્માણ થયેલ માર્ગો ને તંત્ર કેમ ચલાવી લઇ છે એ બાબતને લઈ ગ્રામ્યવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here