ડાંગ જિલ્લામા SVS કક્ષાનો એજ્યુકેશન ફેર યોજાયો;આહવા ખાતે NDRF ની ટીમ દ્વારા NDMA ની ગાઇડલાઇન મુજબ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા, જિલ્લા કક્ષાની વાર્ષિક મોકડ્રિલનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

0
109

NDMA ગાઇડલાઈન મુજબ જિલ્લા કક્ષાની મોકડ્રિલ યોજાઈ ; આહવા: તા: 5: ડાંગ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે NDRF ની ટીમ દ્વારા NDMA ની ગાઇડલાઇન મુજબ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા, જિલ્લા કક્ષાની વાર્ષિક મોકડ્રિલનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ મોકડ્રિલ પહેલા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લાના લાઈન વિભાગના તમામ અધિકારીઓ સાથે ટેબલ ટોપ એક્સરસાઈઝ કરવામા આવી હતી. જેમા દરેક વિભાગના કર્મીઓને તેઓની કામગીરીની ભૂમિકા અને જવાબદારી અંગે વાકેફ કરવામા આવ્યા હતા.

તા.4/1/2023ના રોજ આહવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે ભૂકંપ આવ્યાની પરિસ્થિતિ વિષય ઉપર આ મોકડ્રિલ યોજવામા આવી હતી. ભૂકંપ જેવી પરિસ્થિતિમા રાહતની બચાવ કામગીરી કઈ રીતના કરી શકાય તે અંગે નિદર્શન કરવામા આવ્યુ હતુ. આ મોકડ્રિલમા NDRF ટીમ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેદ્ર-આહવા, 108 ઇમરજન્સી સેવા, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, વિધુત વિભાગ, RNB સ્ટેટ, સંબંધિત કચેરીઓ, તેમજ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાની મોકડ્રિલ કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ તમામ વિભાગના કર્મીઓની કામગીરીનુ નિરીક્ષણ કરી, વિભાગમા ધ્યાન રાખવા જેવી બાબતો અંગે સલાહ સૂચનો કર્યા હતા. સાથે જ આપત્તિ વ્યવસ્થાપન પ્રંસગે તંત્રની કામગીરીને સફળ ગણાવી હતી.

આ પ્રંસગે અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, NDRF આસિસ્ટન્ટ કમાન્ડર શ્રી વિક્રમ ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી એ.આર.ચાવડા, આહવા તાલુકાના મામલતદાર શ્રી યુ.વી.પટેલ, ઉપરાંત આરોગ્યકર્મીઓ, પોલીસ કર્મીઓ, ફોરેસ્ટ વિભાગ, RNB સ્ટાફ, NDRF ટીમ, શાળાના બાળકો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ કાર્યક્રમનુ સંચાલન ડી.પી.ઓ શ્રી ચિંતનભાઈ પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.

આહવા: તા: 5: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઆરટી) ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વધઈ પ્રેરિત દડંકારણ્ય શાળા વિકાસ સંકુલ ડાંગ આહવા આયોજિત એસ.વી.એસ. કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર 22-23, તા. 4/ 1/ 23 ના રોજ ડાયટ વધઈ ખાતે યોજાવામા આવ્યો હતો.

પ્રથમ એસ.વી.એસ. કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર 22-23મા ડાંગ જિલ્લાની 10 શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ શિક્ષક મિત્રોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. વિજેતા થયેલા શિક્ષક મિત્રો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. ભાગ લેનાર તમામ વિજેતાઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમા ડાંગ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વધઈના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, એસ.વી.એસ. કન્વીનર શ્રી અમરસિંહ ગાંગોડા, ઈ.ડી.આઇ. શ્રી કિરણસિંહ પરમાર, નગીનભાઈ પટેલ, શ્રીમતી ધરલબેન સોલંકી, નિર્ણાયકો, આચાર્ય, અને શિક્ષકોની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો ;સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા-ડાંગ ખાતે તા- 04/01/2023 બુધવારના રોજ જ્ઞાનધારા સમિતિ તથા SRC સમિતિ અને હરિ ઓમ પરિવારના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના મુલ્યો, ફરજ, નિષ્ઠાનુ નિરૂપણ થાય, તેમજ વિદ્યાર્થીઓ પોતાના વડિલો પ્રત્યે આદર અને વિનમ્રતા કેળવે તે માટેનો હતો.

કાર્યક્રમનુ આયોજન જ્ઞાનધારા સમિતિના અધ્યક્ષ પ્રા મૂકેશભાઈ પી. ઠાકોર દ્વારા કરવામા આવ્યુ હતુ. SRC સમિતિના અધ્યક્ષ દ્વારા વિશેષ ઉદ્બોધન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની ફોટોગ્રાફી પ્રા. ઉમેશભાઈ હડસે કરી હતી. તેમજ કાર્યક્રમનુ સંચાલન હરિઓમ પરિવારની બહેનો દ્વારા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા અથિતિ વિશેષ તરીકે શ્રી પ્રશાન્તભાઈ બોરસે ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here