જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ તાલુકા વાંસદા, જિલ્લા નવસારી માં વિદ્યાલય મેનેજમેન્ટ કમિટી અને વિદ્યાલય સલાહકાર સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
અમિત પ્રકાશ યાદવ, આઈ. એ. એસ. કલેટરશ્રી જિલ્લા નવસારી જેમણે બંને સમિતિ નાં અધ્યક્ષ પદેથી મિટિંગ નું સંચાલન કર્યું હતું. આ મિટિંગ માં અન્ય સદસ્યોમાં શ્રી ડી. આઈ. પટેલ એસ. ડી.એમ. વાંસદા, પ્રિતીબેન શર્મા, લોકસભા સદસ્ય નાં નોમીની વાંસદા, ડૉ. રાજેશ્રી ટંડેલ, જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી, ડૉ. રંગુનવાલા,. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નવસારી, શ્રી ઉત્તમભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર નવસારી, ડો યોગેશ મિસ્ત્રી, પ્રિન્સિપાલ, સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ વાંસદા રમણલાલ ગાયકવાડ, પ્રિન્સીપાલ આદર્શ નિવાસી શાળા વાંસદા, આઈ. બી. સિંઘ. પ્રિન્સીપાલ જવાહર નવોદય વિદ્યાલય તેમજ ગોવિંદ રામ મીના, મુખ્ય શિક્ષક જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ હાજર રહ્યા હતાં. મિટિંગ માં વિદ્યાલય ની પ્રગતિ ની સમિક્ષા પ્રિન્સીપાલ જવાહર નવોદય દ્વારા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ નાં અન્ય પ્રશ્નો અને જરૂરિયાતો અંગે અધ્યક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા ટુંક સમયમાં જરૂરિયાતો પૂરી કરવામાં આવશે એવું આશ્વાસન આપવમાં આવ્યું હતું. ત્યારબાદ અઘ્યક્ષ દ્વારા વિદ્યાલય નાં સ્ટાફ ની મુલાકાત લઈ વિજ્ઞાન ઉદ્યાન ની મુલાકાત લઈ ઉદ્યાન માં ફીટ કરવામાં આવેલ વિવિધ મોડેલ ની મુલાકાત લીધી હતી અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અંતમાં પ્રીતિબેન શર્મા લોકસભા સદસ્ય નાં નોમીની વાંસદા દ્વારા વિદ્યાલય માં વિદ્યાર્થી ઓ માટે મેદાન માં જીમ નાં સાધનો ની વ્યવસ્થા કરવા માટે ની વિનંતિ અઘ્યક્ષ મહોદય ને કરવામાં આવી હતી. વિદ્યાલય ની પ્રગતિ અને સંચાલન થી સમિતી એ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ-અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ