વ્યારા કોલેજની ટીમ વિજેતા
.શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખો-ખો(ભાઈઓ,બહેનો)ની આંતર કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. કુલ 27 ટીમો એ ભાગ લીધો હતો. ખોખો ભાઈઓની 17જેટલીટીમો અને ખોખો બહેનો ની 10જેટલી ટીમો એ ભાગ લીધો હતો. ભાઈઓ અને બહેનો ની ફાઈનલ મેચમાં વ્યારા કોલેજ અને વાંકલ કોલેજ વચ્ચે ખોખો રમાય હતી. તેમાં બન્ને માં વાંકલની ટીમો રનર્સ અપ થઈ હતી. વાંકલ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
જેમાં શ્રી બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલની ભાઈઓ તથા બહેનોની ટીમે ભાગ લીધો હતો. અને સ્પર્ધામાં ખૂબ જ ઉમદા પરફોર્મન્સ કરી ભાઈઓ તથા બહેનોની બંને ટિમોએ રનર્સ અપ ની ટ્રોફી જીતી અત્રેની કોલેજનું નામ રોશન કરેલ છે. તેમની આ ઉત્કૃષ્ઠ સિદ્ધિ બદલ ખેલાડીઓને તથા કોચ પ્રા.વિજયભાઈ દવેને કોલેજના આચાર્ય ડો.દીપકભાઈ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ