ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

0
182

‘ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી

ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાંબાવાની દરગાહ ગાદીખાતે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 24/ 12/ 2022 થી થયો છે.

ઉર્સ ના પ્રથમ દિવસે રહેઠાણ પાલેજ થી મોટામિયાં માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમના સુપુત્ર ઉત્તરાધિકારી ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર, વાલીયા થઈ મોટામિયાં માંગરોળ આવી પહોંચતાં અંકલેશ્વર, વાલીયા તેમજ દરગાહના પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ.
દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા મોટામિયાં બાવાની દરગાહ પર હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ 04:00 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જૂલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું, ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરોનો સમન્વય એટલે જ ઘેર-ઘેર સંસ્કાર આપો અર્થાત ઘેર – ઘેર સંસ્કરણ જે યુવા પેઢી માટે હાલના સમયની તાતી જરૂરીયાત છે.
આ કાર્યક્રમમાં પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉપરાંત પીર ડો. મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી તેમજ કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતા. વર્તમાન સ્થિતિ જોતા ડૉ મતાઉદ્દીન ચિશ્તી દ્વારા સરકારશ્રી ની કોવીડ ગાઈડ લાઈનનુ પાલન કરવા, માસ્ક પહેરવા વિશેષ અનુરોધ કરેલ હતો. તારીખ 25 /12 /2022ના રવિવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ 15 દિવસ સુધી ચાલશેઉર્સ દરમિયાન દરગાહ શરીફ ને રંગબેરંગી લાઈટો થી શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો ખાણી પીણી ના સ્ટોલો પણ આવેલા છે ઉર્સ દરમિયાન કાયદો વ્યસ્થા જળવાય રહે એ માટે વહિવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા પણ ખુબ સારો સહકાર અને બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

રીપોર્ટ- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here