ઉનાઈના ડેપ્યુટી સરપંચ રહી ચૂકેલા ઉમેદ ગામીત ભાજપ માં જોડાયા .તેઓએ જણાવ્યું કે મારી પાસે જે વિકલ્પ ઉપલબ્ધ છે એમાંથી જે વ્યવહારુ વિકલ્પ છે એ મેં અપનાવ્યો છે.આદિવાસી ના નામે અમારી 3 પેઢીઓ કોગ્રેસને સહકાર આપતી આવી છે.ત્યારે કોગ્રેસ સત્તામા હતી અને આદિવાસી સમાજના અમારા પૂર્વજોનુ વલણ યોગ્ય હતું.
આજે અમે પણ અમારા વડીલોની જેમ સત્તા પક્ષ સાથે ભાગીદારી કરી અમારો વિકાસ કરવા માગીએ છીએ. અમારે પણ વિકાસ માટે શકિત જોઈએ છે.અને હાલ આ શકિત ભારતીય જનતા પાર્ટી પાસે છે.અમે ગરીબ આદિવાસીઓ ભૂખ્યા પેટે કયા સુધી વિરોધ કરીશું.
ઉમેદભાઈ ગામીત ને પુરષોતમ રૂપાલાજી અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવી ને ભારતીય જનતાપાર્ટી પરિવાર મા ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું.
ઉમેદભાઈ એ ઉપસ્થિત સૌને 177-વાસદા બેઠક પર ભારતીય જનતા પાર્ટી નો વિજય થાય તે માટે મંડી પડવા આહવાન કર્યું છે.
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ