વાંસદા
વાંગણ ગામે વિધાનસભા 177 સીટ પર કોંગ્રેસ પક્ષના નેતા એવા ધારા સભ્ય અનંત પટેલ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ની સંખ્યા માં લોકો આવ્યા હતાં અનત પટેલ નું સ્વાગત આદિવાસી સમાજ ના રીત રિવાજ મુજબ તારપુ વગાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ મીટિંગ માં આમઆદમી પાર્ટી ના જુજ ગામના છગનભાઈ બિરારી કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરી 30 જેટલા કાર્યકર્તા સાથે પક્ષ માં જોડાયા હતા તથા બીજેપી ના વાંગણ ગામના મોહન ભાઈ તથા વાંગણ ગામના દીપક ભાઈ ચવધરી તથા અજય પાડવી (રાયબોર)એ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી અનત ભાઈ ને જીતાવાની જાહેરાત કરી હતી.
આ મીટિંગ માં ચોરવણી ગામના બારકુભાઈ ની આગેવાની માં હજારોની સંખ્યા માં લોકો એ અનત પટેલ ને જીતવાની આશા સાથે બારકુ ભાઈ એ જાહેરાત કરાઈ હતી.આ પ્રસંગે માજી.જિલ્લા સદસ્ય એવા બારૂક ભાઈ , પરસુ ભાઈ, પ્રમુખ નીકુંજ ભાઈ, યુવા પ્રમુખ ધર્મેશ ભાઈ, માજી પ્રમુખ પરભુ ભાઈ દેશમુખ,૧૫ ગામના સરપંશ્રીઑ, ઉનાઈ ગામના યુવા સરપંચ મનીષ ભાઈ હાજર રહ્યાં હતા.મિટીગ ના અંતે રાજુ ભાઈ આંબાપાણી ના એ સૌ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Today 9 Sandesh News