વાંસદા: હાલમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાના વાટી અને કાળાઆંબા ગામના લોકોએ પોતાની વર્ષોથી ન સંતોષાયેલી માંગણી વાટી અને કાળાઆંબા વચ્ચે આવેલ અંબિકા નદીમાં પુલને લઈને ગુજરાત વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યાની વાતો સામે આવી છે.
મળતી માહિત મુજબ વાંસદા તાલુકાના કાળાઆંબા અને વાટી ગામને જોડતો રસ્તા ઉપર પૂલની ખુબ જ જરુરીયાત છે. ગામના લોકોને ડેરિ, સસ્તાં અનાજની દુકાન, કે પછી તાલુકા લગતી કોઈ પાણ કાર્ય માટે વઘાઈ થઈ ને જવું પડે છે. ગ્રુપગ્રામ પંચાયત વાટી અને કાળાઆબા હોવા છતાં બે ગામ ને જોડતી કોઈ પણ પુલ કે વિયર ક્રમ કોઝવે ન હોવાથી પંચાયત અને તાલુકા અને જિલ્લાનાં કામ માટે ડાંગનાં વઘઇ માંથી થઇને જવું પડે છે
1 કિલોમીટરનું અંતર 20 કિલોમીટર ફરીને જવું પડે છે. જેથી હાલ વિધાનસભાની ચુંટણી આવી રહી છે .ત્યારે ગામ લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. સરકારી તંત્ર સામે અનેકો વખત રજૂઆત કરવામા આવી પણ કોઈ આ વાત સાંભળવા તૈયાર નથી જેથી ગામ
ના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે. જો ગામ લોકોની માગણી તાત્કાલિક ધોરણે નહિ સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
Today 9 sandesh News