આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાને માંગરોળ બેઠક પર ટિકિટ નહીં મળતા રાજીનામું આપી ભાજપમાં જોડાયા

0
289

વાંકલ ગામે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી પૈસા લઈ ટિકિટ વહેંચી રહી હોવાનો આક્ષેપ કર્યો.

વાંકલ..
માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પૂર્વ ‌પ્રમુખ ગૌરાંગ વસાવા એ વાંકલ ગામે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી પાર્ટી માંથી રાજીનામું આપી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના હસ્તે કેસરિયો ખેસ ટોપી પહેરી ભાજપ પક્ષમાં જોડાઈ ગયા હતા

માંગરોળ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન પ્રમુખ તરીકે તેઓ કામગીરી કરી ચૂક્યા છે ઉમરપાડા તાલુકામાં આમ આદમી પાર્ટી ના તેઓ પાયાના કાર્યકર હોવાથી પાર્ટી પાસે તેમણે ટિકિટ માગી હતી પરંતુ પાર્ટીએ સ્નેહલ વસાવા ને ટિકિટ આપતા તેની સામે વિરોધ દર્શાવ્યો છે તેમણે વાંકલ ખાતે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે સ્નેહલ વસાવા એ પાર્ટીના કાર્યકર તરીકે કોઈપણ પ્રકારની કામગીરી કરી નથી બે દિવસ પહેલા તેઓ પાર્ટીમાં જોડાયા છે અને અગાઉ આદિવાસી દિનની ઉજવણી થઈ જેમાં સમાજના લોકો આદિવાસી નું ગૌરવ સમજી મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણીમાં ઉમટી પડ્યા હતા પરંતુ તેમણે પોતાની કામગીરી બતાવી ટિકિટ મેળવી છે જ્યારે મારા જેવા પાયાના કાર્યકરે રાત દિવસ મહેનત કરી છે તેની અવગણના પાર્ટીએ કરી છે જેથી માંગરોળ વિધાનસભા ના આદિવાસી વિસ્તારમાં પાર્ટી એ નુકસાન ભોગવવું પડશે વધુમાં તેમણે આમ આદમી પાર્ટી ઉપર આંકડા પ્રહારો કરતાં જણાવ્યું કે પાર્ટીએ ઠેર ઠેર રાજ્યમાં જેના પરિવારના સભ્યોએ કૌભાંડો કરેલા છે તેવા તક સાધુઓને પૈસા લઈ ટિકિટો વહેંચી છે તેવા અનેક પ્રકારના આક્ષેપો તેમણે કર્યા હતા માંગરોળ ના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભીખુભાઈ વસાવા નટુભાઈ વસાવા ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા વગેરે કાર્યકર્તાઓએ તેમને પક્ષમાં આવકાર્યા હતા

રિપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here