નવયુવક મંડળ આમધરા દ્વારા છેલ્લાં 18 વર્ષથી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. જલારામ બાપાના દર્શનાર્થે દર વર્ષે 5000 થી વધુ હરિભક્તો આવશે તથા તારીખ 31મી ઓક્ટોબર 2022 ના રોજ સવારે 8:00 કલાકે ગાયત્રી યજ્ઞ અને 4: 30 કલાકે તમામ હરિભક્તોને મહાપ્રસાદ પુરો પાડવામાં આવેશે. જલારામ બાપાની ભવ્ય આરતી7:30 કલાકે અને ત્યાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા આવશે જેમાં ગુજરાતી ફિલ્મ “ચોથો વાંદરો” ડાયરેકટર તથા કલાકારો આવશે
આ પ્રસંગે શ્રી જલારામ ધામ નવયુવક મંડળ દ્વારા દર વર્ષે જલારામ બાપાની આકર્ષક ઝુંપડી બનાવવામાં આવે છે. તેમજ બાળકો અને યુવાનોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો અને યુવાનો ભાગ લઈ ડાન્સ,નાટક ની જુદી-જુદી કૃતિઓ રજુ કરે છે. આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ “ચોથો વાંદરો” ના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટશ્રી અને કલાકારો વિષેશ હાજર રહેશે. શ્રી જલારામધામ આમધરાના પ્રમુખ રજનીભાઈના જણાવ્યાં અનુસાર વર્ષ દરમિયાન જલારામધામ નવયુવક મંડળ દ્વારા તમામ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે તેમજ મેડીકલ કેમ્પ, નોટબુક વિતરણ, અનાજ કીટ વિતરણ, વૃક્ષારોપણ, પ્રોત્સાહન ઈનામ વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. તદ્દઉપરાંત બાળકો-યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાં માટે જુદી-જુદી સ્પર્ધાઓ અને ક્રિકેટ-વોલીબોલ જેવી રમતોની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે. જલારામ ધામ નવયુવક મંડળ આમધરા દ્વારા ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારી ચાલી રહી છે.
Today 9 sandesh News
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ