તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના

0
378

તાપી,સુરત

તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત ત્રીજા પંપહાઉસની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાનાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ માટેની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના અંતર્ગત પંપહાઉસ-3ની કામગીરીનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો.ઉકાઇ ડેમનું પાણી ઉમરપાડા અને ડેડિયાપાડાના ખેડૂતોને મળે તે માટે વર્ષો જૂની માંગ પૂરી કરવા માટે આ યોજના મંજૂર કરાઇ છે.ઉકાઇ ડેમથી 500 ફૂટની ઊંચાઈએ આવેલ પંપ હાઉસમાં ઉકાઇ ડેમનું પાણી ચઢાવી ખેડૂતોને પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમ પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભાજપવાળા માત્ર ભાષણ નથી કરતા પણ ભાજપવાળા સ્થળ પર જઈને કામ કરીને બતાવે છે.કોંગ્રેસવાળાની આખી ગાડી પાઇપલાઈનમાંથી નીકળી જાય એટલી મોટી પાઇપલાઇન આપણે નાખી છે.

રીપોર્ટ વિનોદ મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here