વાંસદા તોરણીયા ડુંગર થી માઉન્ટ આબુ પ્રયાણ રાણીફળીયા શ્રી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર શ્રી લોચન શાસ્ત્રીએ દરેક પર્વતારોહી ને એમનાં તરફથી અભિનંદન પાઠવ્યા..

1
1065

ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ વાંસદા ના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હેમાંશી વિજયભાઈ પટેલ – મોટી ભમતી હાલ 29/10/2022 ના રોજ યોજાનાર એડવેન્ચર કોર્ષ જોડાશે.
તેમજ પોતાના કુશળ કૌશલ્ય માં પારંગત પ્રાપ્ત કરી હીમાલયા ( 5287મીટર. ) સુધી સફળ સફર કરનાર નવસારી જિલ્લાની યુવા પર્વતારોહી *કાજલબેન મુળજીભાઈ માહલા ગામ – નવતાડ અને વિકેશભાઈ રાજેશભાઈ ગામિત ( કોચિંગ ) ગામ – ચારણવાડા , સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન *માઉન્ટ આબુ* રાજસ્થાન ખાતે ઈન્સટેકટર ( ટ્રેનર) માટે સિલેક્શન છે. શારીરિક, માનસિક તંદુરસ્ત,અને કુશળતાપૂર્વક કૌશલ્ય થી પારંગત એવા ખડક ચઢાણનો આરોહણ-અવરોહણ માટે પસંદગી થયેલ છે. ઉત્કૃષ્ટ દેખાવ કરી,” પહાડો કે પહાડો કે દીવાને, હાથ લિયે તિરંગા હરા ફહરા ને ચલે નીલ ગગન ” નારા ને સફળ બનાવશે.
કાજલ માહલા કોલેજ અભ્યાસ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા નું ગૌરવ અને ભુતપૂર્વ વિદ્યાર્થી છે તોરણીયા ડુંગર ખાતે ચાલતી યશ પર્વત રોહાણ અને ટ્રેકિંગ ની ક્રમશઃ માર્ગદર્શન લઈ બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ, કોચિંગ કોર્સ, પૂર્ણ કર્યા બાદ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે સિલેક્શન ટ્રાયલમાં સિલેક્ટ થયા બાદ છેક હિમાલય ભ્રમણ ની સફળતા પુર્વક ભ્રમણ કરી. કાજલ માહલા અને વિકેશ ગામીત ( વી.એસ.પટેલ કોલેજ બીલીમોરા )

આ સિધ્ધિ તેમના સાથી સહાયક મિત્રો, વડીલ સહયોગી શ્રી ત્રિલોકનાથ યાદવ, લાયન્સ ક્લબ સિલવાસા અને ધરમપુર સાઈનાથ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ સાહેબનો વિશેષ સહયોગ રહ્યો તેમજ નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હીરેન પટોડીયા સાહેબ અને તેમનો સ્ટાફ,
વિશેષમાં આ સફળતા ના માર્ગદર્શક શ્રી ડૉ. વિજય પટેલ યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ તોરણીયા -( મો.7567973241 ) અને તેમની નિષ્ણાંત ટીમે અભિનંદન. પાઠવતાં આ પર્વતારોહી માહલા કાજલ,વિકેશ ગામીત અને હેમાંશી વિજયભાઈ પટેલ ( આશા મજુમદાર ઈન્ગલીશ એકડમી વાંસદા ) તથા રાણીફળીયા શ્રી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર શ્રી લોચન શાસ્ત્રીએ દરેક પર્વતારોહી ને એમનાં તરફથી અભિનંદન પાઠવ્યા.

અમિત મૈસુરીયા.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here