ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોળ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ અને ઉમરપાડા ના 66 નિવૃત્ત કર્મચારીઓ,નાનીપારડી ના ડે. સરપંચ સહિત 20 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા.
વાંકલ:
ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવયાત્રા ઉનાઈ માતાના પવિત્ર ગામથી શરૂ કરી અંબાજી માતાના મંદિર સુધીની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અધ્યક્ષસ્થાને થી શરૂ
માં આવેલ .જે ગૌરવ યાત્રા માંગરોળ વિધાનસભાના મતવિસ્તારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સારુંતા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભામોર, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ વસાવા, જિલ્લા પ્રભારી ભરત રાઠોડ, સુરત જિલ્લા સંગઠન ના પ્રમુખ સંદીપ દેસાઈ ઝંખવાવ ખાતે આગમન થતાં જંગી જનમેદની વચ્ચે ભગવાન બીરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા નું આદિવાસી ના પરંપરાગત વાજીંત્રો, આદિવાસી સાંસ્કૃતિક મંડળ સાથે અને ગૌરવ યાત્રામાં જોડાયા હતા. મહાનુભવોનું માંગરોળ વિધાનસભામાં વિસ્તારની મહિલા મોરચાની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ પ્રવચન કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ડબલ એન્જિન ભાજપ સરકારમાં ગુજરાતની વનબંધુ કલ્યાણ જેવી વિરાટ યોજના અમલીકરણ થકી અંબાજી થી ઉમરગામ સુધીના આ દિવસના 14 જિલ્લામાં સમાવિષ્ટ 27 વિધાનસભામાં વિસ્તારના રોડ રસ્તા પાણી શિક્ષણ વીજળી આરોગ્ય સિંચાઈ જેવા ક્ષેત્રમાં સર્વાંગી વિકાસના કામો થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ટ્રાઇબલ ના રેણુકા સારૂતા , સાંસદ ભામોર, અનુરૂપ સરકારની કલ્યાણ યોજના ની માહિતી આપી હતી, આ ભગવાન મીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ ઉંમરપાડા તાલુકાના 37,નિવૃત્ત અધિકારીઓ ,કર્મચારીઓ, માંગરોળ તાલુકાના 29 કર્મચારીઓ તેમજ નાનીપારડી ગામના ડેપ્યુટી સરપંચના નેતૃત્વમાં 20 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો ભાગો ધારણો કર્યો હતો. આ તમામને ખેસ અને ટોપી પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપ્યો હતો. આ કાર્યકમમાં સુરત જિલ્લા સંગઠન ના પ્રમુખ સંદીપ દેસાઈ, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, દીપક વસાવા, રાકેશ સોલંકી, અફલઝલખાન પઠાણ, મુકુંદ પટેલ,તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
વાંકલ માંગરોળ:- રિપોર્ટ વિનોદ મૈસુરીયા