બી.આર.સી ભવન વાંસદા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હરીશભાઈ પટેલ સાહેબના પ્રમુખ સ્થાન હેઠળ પ્રશંસનીય સેવા બજાવેલ શ્રી ગમનભાઈ ભાણાભાઈ ચૌધરીનો બી.આર.સી.કૉ ઓર્ડીનેટર તરીકેનો વિદાય સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા સંઘના કોષાઅધ્યક્ષશ્રી હરિસિંહભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી પરભુભાઈ ગાંવિત ,તાલુકા પ્રાથમિક શિક્ષક ના પ્રમુખશ્રી ભરતભાઇ કે થોરાટ ,કેળવણી નિરીક્ષક આનંદીબેન, તાલુકા શિક્ષક સહકારી મંડળીના પ્રમુખશ્રી દિનેશભાઈ ,તાલુકા સંઘના હોદ્દેદારો, વાંસદા તાલુકાના કેન્દ્ર શિક્ષકશ્રીઓ ,સમગ્ર શિક્ષા વાંસદાનો સ્ટાફગણ જેમાં સ્પે. એજ્યુકેટરો,સી.આર.સી.કૉ. ઓર્ડીનેટરશ્રીઓ બી.આર.સી ભવનનો સ્ટાફ્ગણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમગ્ર શિક્ષા વતી હનુમાનબારીના સી.આર.સી. કો ઓ. શ્રીમતી ધનલક્ષ્મીબેન,કેન્દ્ર શિક્ષકશ્રીઓ વતી મોટી વાલઝર ના કેન્દ્ર શિક્ષક શ્રી સ્નેહલભાઈ કેળવણી નિરીક્ષક આનંદી બેન,જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ , વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ કે થોરાટ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હરીશભાઈ પટેલ સાહેબ દ્વારા તેમણે SSAમાં 15 વર્ષની કરેલ પ્રશંસનીય કામગીરીની યાદો તાજી કરી શુભેચ્છાઓ પાઠવી સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.આ સમારંભમાં ઉપસ્થિત સૌ મિત્રોએ પુષ્પ અને શ્રીફળ અર્પણ કરી ભાવભરી રીતે સન્માન અને શુભેચ્છા પાઠવી હતી અંતમા શૈલેષભાઈ પરમાર સી.આર.સી કો. ઓ. લાછકડી દ્વારા આભાર વિધિ કરી , રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમા ભારે  ટક્કર સાથે પેનલ 1 સુરેન્દ્રભાઈ ગાવિત વિજેતા

ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ચૂંટણીમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નંબર એક સુરેન્દ્રભાઇ ગાવિત નો વિજય થયો છે ત્રણ તાલુકા વધઈ સુબીર અને આહવા માં કુલ…

વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યુ .

જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!