વાંસદા આદિવાસી સેના દ્રારા આદિવાસીઓના આઉટસોર્સીગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે મુખ્યમંત્રીને સંબોધન કરાયેલ આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
203

વાંસદા તાલુકા આદિવાસી સેના દ્રારા આદર્શ નિવાસી કુમાર છાત્રાલય વાંસદા જિલ્લા નવસારીના તમામ આદિવાસીઓ એવા આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થવા બાબતે આવેદનપત્ર પ્રાંત અધિકારી વાસદા અને મામલતદાર શ્રી વાંસદા નાઓને માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધન કરાયેલ આપવામાં આવ્યું હતું .અને તેમાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૦ થી ૨૨ વર્ષોથી રસોઈયા ,રસોડા કામદાર તથા અન્ય કર્મચારીઓ તરફથી આદિવાસી સેનાને લેખિતમાં ફરિયાદ મળેલ અને તે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ તેઓને મળવાપાત્ર પગાર રૂપિયા ૧૩૦૦૦ પુરા થી વધુના પગારની જગ્યાએ ૫૦% થી પણ ઓછા રકમ એટલે કે માત્ર રૂપિયા ૬૦૦૦ જ બેંકમાં જમા કરાવવામાં આવે છે અને તેઓને મળવા પાત્ર લાભો જેવા કે પી એફ, બોનસ વગેરે પણ આપવામાં આવતું નથી.

જેથી તેઓને મળવાપાત્ર તમામ લાભો પુરા પગાર સહિત કાયમી નોકરી આપવાની વિનંતી આવેદનપત્ર આપી કરાઈ હતી. આ આવેદનપત્ર આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજકુમાર પી પટેલ વાસદા, તાલુકા આદિવાસી સેનાના મંત્રી કલ્પનાબેન આર પટેલ સહિત આદર્શ નિવાસી કુમાર છાત્રાલય વાંસદા જિલ્લા નવસારીના કર્મચારીઓએ હાજર રહી આપ્યું હતું.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ. TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here