ગુજરાતનુ એક માત્ર એવુ ગીરી મથક સાપૂતારાખાતે રાત્રે ૧૧:૧૫ કલાકે સાપુતારા લેઅક્વ્યૂ હોટેલ , ત્રણ રસ્તા પાસે થી જ્યા ચેક પોસ્ટ આવેલું છે ત્યા થી એક ઇનોવા અને સ્કોડા કાર પસાર થઈ રહી હતી કાર માં બેસેલા ઈસમો એ બચાવો બચવો ની બૂમો પાડી હતી. આ ગાડીઓ ઉભી ન રહેતા સાપુતારા પોલીસ ના સ્ટાફે તેમનો પીછો કરી આ ગાડીઓ ને અટકાવી હતી.

0
162
ડી વાય એસપી. એસ.જી.પાટિલ

સાપુતારા આહવા

જેમા અપહરણ કરતા
:-(૧)વિનિત પુંડલીક ઝાલ્ટે ઉ.વ.૪૫ ધંધો-શેરમાર્કેટ રહે.સાંઇ સર્મથ દત્તાયોક સીડકો તા.જી.નાશીક (મહારાષ્ટ્ર) (૨)વિનોદ ઉર્ફે સાંઇરામ વિષ્ણુ ડાગળ ઉ.વ.૪૭ ધંધો વેપાર રહે.ફ્લેટ નં.૨૦૨ હરીસાગર સોસાયટી ઉપનગર શાંતીપાર્ક માતોશ્રીનગર ગાધીનગર નાશીક (મહારાષ્ટ્ર) (૩)સંતોષ મારૂતી શિંદે ઉ.વ.૫૧ ધંધો-ખેતી રહે.વેસ્ટ અમરદીપ કોલોની ચાલી નં.૫૧ રૂમ ક્રમાક-૨ હજીમલૈગ રોડ ક્લ્યાણ ઇસ્ટ થાણે(મહારાષ્ટ્ર) (૪)રાહુલ કૃષ્ણકાંત ધાયવટ ઉ.વ.૪૫ ધંધો-વેપાર રહે૧૧૫/કે તુલશીવાડી જી.આર.ડી. એફ.એલ.આર. રૂમ નં.૧૧ ગનપાવર રોડ નાના નાની પાર્ક નજીક મંઝગાવ મુબઇ (મહારાષ્ટ્ર) (૫)ભારત દત્તાત્રેય દેવરે ઉ.વ.૩૩ ધંધો,કોન્ટ્રાક્ટર રહે.મેનરોડ ઉમરાને તા.દેવલા જી.નાશીક(મહારાષ્ટ્ર)

માહિતી અનુસાર બતાવેલ જગ્યાએ આ કામના તહોમતદારો – એકબીજાની મદદગારી કરી પૈસા પડાવવાના ગુન્હાહિત ઇરાદે યોગેશભાઇ રામદાસભાઇ પવાર તથા મહેન્દ્ર વસંતરાવ ગાયકવાડને ગેરકાયદેસર રીતે તેમની જ ઇનોવા ગાડીમાં અટકાયત માં રાખી, ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રના નાશીક, આડગાંવ પાસે આવેલ “જત્રા હોટેલ” પાસેથી લઇ આવી ગેરકાયદેસર પરમીટ કે લાયસન્સ વગરની લોખંડના ધાતુની દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૩ કિ.રૂ.૩૦૦/- તેમજ એક ધારદાર છરો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તેમજ સ્કોડા કાર નંબર MH-43-AR-4930 વાળીની કિં.રૂ.૩,૫૦,૦૦૦/- તથા તેમની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૭૦,૫૦૦/- તથા આધારકાર્ડ તથા ડ્રાઇવીંગ લાયસન્સ, ડેબીટ કાર્ડ અને વિઝીટીંગ કાર્ડની કિ.રૂ.૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૪,૪૧,૩૦૦/- ના સાથે સાપુતારા લેકવ્યુ ત્રણ રસ્તા પાસે પકડાયા હતા.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here