વાંસદા પ્રાંત અધિકારીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સમાજની લાગણી દુભાવે એવું પ્રવચન આપતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેને દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું

જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં બે કોમ વચ્ચે વૈમનષ્ય ફેલાઈ તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો સાથે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ વાંસદા તાલુકા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

લોકસભા-૨૦૨૪ ના રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પૂરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દીકરીઓ વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.

તેમજ પુરુષોત્તમ રૂપાલા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં બે કોમો વચ્ચે વૈમનષ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.અને ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેવા આક્ષેપો સાથે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહે છે.

સમગ્ર મામલાને લઈને વાંસદા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વાંસદા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા પ્રાંત અધિકારી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ પુરુષોત્તમ રૂપાલા ની રાજકોટ બેઠકની લોકસભા ઉમેદવાર તરીકેની તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જો માંગણી સંતોષમાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ ભીખુભાઇ છોટુભાઇ નાયકા પટેલ ,મુ.પો. અનાવલ (શુકલેશ્વર ફ.),તા.મહુવા,જિ.સુરત થી સવારે ૯.૦૦ કલાકેથી સભા અને રેલી નુ આયોજન થશે અને સવારે ૧૧.૦૦ કલાકે મહુવા તાલુકામાં આવેદનપત્ર આપવામા આવનાર છે

અમિત મૈસુરીયા વાંસદા

માંગરોળ ની જી આઇ પી સી એલ કંપનીમાં જમીન ગુમાવનારા વાલીયા તાલુકાના ખેડૂતોએ પ્રતિ હેક્ટર બે લાખ વળતરની માંગ કરી

જીઆઇપીસીએલ કંપની વાલિયાના ખેડૂતોને બે લાખ નહીં ચૂકવે તો લિગ્નાઇટ માઈન્સ નું ખોદકામ બંધ કરાવવાની ખેડૂતોએ ચીમકી આપી વાંકલ..માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઇપીસીએલ કંપની મા જમીન ગુમાવનારા વાલીયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!