વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુ ના કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના હસ્તે કરવામાં આવ્યું.
જે માં પેવર બ્લોક સતકેવલ મંદિર તરફ જતાં રોડનું અને નાંદોલા સ્મશાન તરફ જતા સીસી રોડનું કામના ખાતમુહર્ત કરવામાં આવ્યું. પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ સમયે સુરત જિલ્લા પંચાયત ના દિનેશ સુરતી ,માંગરોળ તાલુકા પંચાયત ના સદસ્ય ભૂમિ વસાવા, દિપક ચૌધરી,મુકેશ ગામીત,રમેશભાઈ ચૌધરી,ખુમાનસિંહ વસાવા, સોમાભાઈ સરપંચ, દેવેન્દ્ર ચૌધરી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ :વિનોદ મૈસુરીયા
માંગરોળ વાંકલ