જીઆઇપીસીએલ કંપની વાલિયાના ખેડૂતોને બે લાખ નહીં ચૂકવે તો લિગ્નાઇટ માઈન્સ નું ખોદકામ બંધ કરાવવાની ખેડૂતોએ ચીમકી આપી
વાંકલ..
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઇપીસીએલ કંપની મા જમીન ગુમાવનારા વાલીયા તાલુકાના ચાર ગામના ખેડૂતોએ પ્રતિ હેક્ટર બે લાખનું વળતર ચૂકવવા માંગ કરી છે
જીઆઇપીસીએલ કંપની દ્વારા વર્ષ 2006 માં વાલીયા તાલુકાના ચાર ગામના ખેડૂતોની અંદાજિત 500 હેક્ટર જમીન લિગ્નાઇટ માટે સંપાદન કરી હતી અને પ્રતિ હેક્ટર દીઠ ભાવ માત્ર 5,75,000 ચૂકવવામાં આવ્યો હતો જ્યારે માંગરોળ તાલુકાનાં ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹15 લાખ ચૂકવવામાં આવ્યા હતા જ્યારે વાલીયાના ખેડૂતોને બે લાખનું વળતર આજ દિન સુધી મળ્યું નથી માંગરોળ અને વાલિયા તાલુકાની જમીન એક સાથે આવેલી હોવા છતાં કંપની દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે હાલના સમયે જેટલો લિગ્નાઇટ વાલિયા તાલુકાની જમીનમાંથી નીકળે છે તેટલો જ લિગ્નાઇટ માંગરોળ તાલુકાની જમીનમાંથી નીકળે છે જમીનમાં કોઈપણ જાતનો તફાવત ન હોવા છતાં ઓછો ભાવ ચુકવી ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે જેથી ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે લડત ચલાવવામાં આવી રહી છે કંપની દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો ના પરિવારના સભ્યોને કોઈપણ પ્રકારની રોજગારી આપવામાં આવતી નથી કોલસો વહન કરવા માટે અન્ય લોકોની ટ્રકો લેવામાં આવે છે ખેડૂતોને તેનો લાભ મળતો નથી અને અસરગ્રસ્ત ગામમાં કંપની દ્વારા વિકાસ કામો કાયદામાં જોગવાઈ હોવા છતાં કંપની કરતી નથી રાજગઢ ગામના સરપંચ રાકેશભાઈ વસાવા ખેડૂત ચંદ્રસિંહ મહિડા દિગ્વિજયસિંહ ગોહિલ અનવરભાઈ વસાવા કમલેશ વસાવા સહિતના ખેડૂતોએ આ મુદ્દે માંગરોળના મામલતદાર એ સી વસાવાને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે કંપની ખેડૂતોના હિતમાં કામ નહીં કરે તો વાલિયા લિગ્નાઇટ માઇન્સ બંધ કરાવવાની ખેડૂતોએ ચીમકી આપી છે
વાંકલ માંગરોળ. રિપોર્ટ :વિનોદ મૈસુરીયા