વાંસદા………..
વાંસદા –વાપી શામળાજી હાઇવે પર વાડીચોંઢા ગામે વર્ષો જૂનું ગરનાળુ જમીનમાં ધસ્યું. વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી હાઇવે પર વાંસદા અને ધરમપુર વચ્ચે વાડીચોંઢા ગામે આવેલ ગરનાળુ ભારે વરસાદમાં ધોવાઈને ૨૦ ફૂટ ઊંડે જમીનમાં ધસ્યું હતું. વાંસદા અને ધરમપુર વિસ્તાર જંગલોથી છવાયેલો છે, જેના કારણે અહીં વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડે છે, સારો વરસાદ ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન કરાવી જાય છે, વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામેથી પસાર થતા વાપી શામળાજી હાઇવે પર ભારે વરસાદમાં ગરનાળુ ધોવાઈને ૨૦ ફૂટ ઊંડે ધસી જવા પામ્યું હતું. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
મોડી રાત્રે આ ઘટના બનવાથી કોઈ પણ જાનહાની થઈ નથી, પરંતુ વહેલી સવારે મળસ્કે શાકભાજી વેચવા વાંસદા જતા યુગલને અંધારાના કારણે ગરનાળુ ધસી જવાનો ખ્યાલ ન રહેતા અકસ્માત સર્જાયો હતો અને તેઓને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી. તેઓ વાંસદાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ હાલમાં સારી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે મોરચો સાંભળી લીધો હતો અને તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી
ટ્રાફિક જામ ન થાય, બંને બાજુથી એક એક કિલોમીટરના અંતરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે હાજર થયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાથે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલે મુલાકાત લઈ તંત્રને જાણ કરી તાત્કાલિક કામગીરી શરૂ કરાવી તથા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું
.
【 વાપી શામળાજી હાઇવે પર ભારે વરસાદના કારણે એક સ્ટ્રક્ચર ડેમેજ થયેલું છે. તાત્કાલિક જ અમે સ્થળ સ્થિતિની તપાસ માટે પહોંચ્યા છે, એને રિસ્ટોર કરવાનો પ્રયત્ન અમે ચાલુ કરી દીધેલ છે. હાલ પૂરતું ડાયવરઝન આપવામાં આવ્યું છે.,,_————————
-ધર્મા ભટ્ટ, નેશનલ હાઇવે, આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ 】
【વાડીચોંઢા ગામમાં ભારે વરસાદના પગલે ગરનાળુ ધોવાઈ ગયું હતું. વાંસદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ અધિકારીઓ પણ તરત જ આવીને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી.
-,——————સતિષભાઈ, સ્થાનિક વાડીચોંઢા】
અમિત મૈસુરીયા Today 9 Sandesh News