https://youtube.com/shorts/B_ZkSv62n-U?feature=share
વાંસદા પંથક ના વાપી-શામળાજી હાઇવે નં ૫૬- તેમજ વાંસદા નગરના રસ્તા ની હાલત ખરાબ જ્યાં જુઓ ત્યાં રસ્તા માં ખાડા જ ખાડા પડતા વાહન ચાલકોની હાલત ખુબજ દયનીય બની
ગુજરાતમાં ચોમાસુ હજુ તો માંડ શરૂઆત થઈ,વરસાદ પડ્યો અને જાણે ચહેરા પરથી મેકઅપ ધોવાઈ જાય તેમ રસ્તાની હાલત થઈ ગઈ. તંત્ર ની પોલ જાણે રસ્તા માં પડેલા ખાડા ઓ ખોલી રહ્યા હોય તેમ લાગે છે
વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તોઓ ધોવાયા છે. જેમાં વાંસદા નગરના મુખ્ય પ્રવેશનો માર્ગ ધોવાયો છે. માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડતા રસ્તા ધોવાયા છતાં કામગીરી કરવામાં આવી નથી રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે વાંસદા નગરના મુખ્ય બજારના રસ્તામાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો નગર ના બધા જ રસ્તાઓ માં ખાડા પડી જવાથી જવું કયા રસ્તા થી તે વિચારવા સ્થાનિકો મજબૂર બન્યાં છે ખાડા થી હેરાન પરેશાન લોકો રાહ જોઈ રહ્યાં છે. કે તંત્ર ક્યારે કામે લાગશે ? ચોમાસા પહેલા તંત્રની લાપરવાહીને કારણે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી . ઘણા સમયથી વાંસદા નગરના મુખ્ય બજારમાં જતા રસ્તા પર અનેક ખાડાઓ પડી જવા છતાં તંત્ર નિંદ્રાધીન હોય એવું પ્રતીત થઈ રહ્યું છે વાસદા એક તાલુકા મથક હોય અધિકારીઓની અવરજવર હોવા છતાં રસ્તા બાબતે કોઈ નિરાકરણ નથી થતુ. ભર ચોમાસે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
વાસદા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઇ દેસાઈ એ તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા ના ખાડા ની સમસ્યા દૂર કરવા અપીલ કરી
અમિત મૈસુરીયા વાસદા