માંગરોળ વેરાકુઇ ગામે ચેકડેમ માં માં કૂદી 70 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી….

0
160

માંડવી ફાયર ફાઈટર ની ટીમે કલાકોની શોધખોળ બાદ લાશને શોધી કાઢી

વાંકલ..
માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમ માં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટર ની ટીમે કલાકોની જહેમત બાદ આખરે શોધી કાઢી હતી વેરાકુઇ ગામના સિંગાભાઈ દીતીયાભાઈ ગામીતે રવિવારે સાંજે કોઈક અગમ્ય કારણોસર ચેકડેમ ના પાણીમાં કૂદી પડી આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે આજ ગામની એક મહિલાએ આ વૃદ્ધને ચેકડેમ માં પડતા જોયો હતો જેથી આ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા વૃદ્ધ ના કપડા સ્થળ પરથી મળી આવ્યા હતો આ બાબતે સરકારી તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા માંડવી સ્થિત ફાયર ફાઈટર ની ટીમને વૃદ્ધ ની શોધ ખોળ માટે બોલાવવામાં આવી હતી અને કલાકોની જેહમત બાદ આખરે ફાયર ફાઈટરની ટીમે લાશ શોધી કાઢી હતી

વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here