શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ગુજરાતી મીડીયમ તથા કે એન વિદ્યાલય અંગ્રેજી મીડીયમ શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ વાસદા માં જન્માષ્ટમીનું ભવ્ય આયોજન

0
202

શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ગુજરાતી મીડીયમ તથા કે એન વિદ્યાલય અંગ્રેજી મીડીયમ શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ વાસદા માં જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરી મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જેમાં રાધા અને કૃષ્ણ નાના રૂપો માં મસ્તરીતે બાળકોએ અભિનય કર્યો હતો પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશ ઠાકોર ડાયરેક્ટર dishant ઠાકોર પ્રિન્સિપલ હર્ષાબેન ગરગે કોલેજના પ્રિન્સિપાલ ચૌધરીબેન સ્ટાફગણ અને તમામ છાત્રો પણ જોડાયા હતા
આ પ્રસંગે સંસ્થાના વડા અને હાલ જ વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડોક્ટર કે એમ ઠાકોરે બાળકોને શ્રીકૃષ્ણ પાસેથી શું શીખવાનું છે તેઓ ગાય ચરાવતા હતા મતલબ આપણા પિતાનું ધંધો હોય એને મદદ કરવાનું નાનપણથી હોવું જોઈએ
ગમે તેવી મુસીબતમાં પણ હસતા મોઢે કૃષ્ણ ભગવાને દુશ્મનો સામનો કર્યો છે અને પોતાના સગા સંબંધીઓ ની સામે પણ સત્ય માટે અને વચન માટે સુદર્શન ચક્ર ઉગામ્યું છે પોતાનું અપમાન ૯૯ વાર સહન કર્યું પછી શિશુપાલનું વધ કર્યું પોતાના માટે કશું કર્યું જ નથી ક્યાં સમાજ માટે પાંડવો માટે કે ધર્મના રક્ષણ માટે સુદર્શન ઉગામ્યું હશે એમની ક્રાંતિ તે સમયે સમાજમાં ચાલતી બધી માટે હતી માખણ ચોર કપડાં ચોરવા વગેરેની પાછળ સ્વાર્થ ભાવના નહોતી 11 વર્ષ અને 52 દિવસ પછી દ્વારકા છોડી મથુરા પહોંચી ગયા ત્યાર પછી ક્યારેય ગોપીને કે રાધા ને મળ્યા નથી પરંતુ આજે રાધા કાલ્પનિક પાત્ર હોવા છતાં રાધાકૃષ્ણ બોલાય છે રુકમણી કૃષ્ણ બોલાતું નથી એ બતાવે છે કે પ્રેમમાં જે તાકાત છે સ્નેહમાં જે તાકાત છે એ સંબંધમાં નથી શીખવાનું હોય તો આ શીખી શકાય દુશ્મનને પરાસ્ત કરવા માટે યુક્તિ પ્રયુક્તિ તો એમની પાસેથી શીખવી પડે પોતે રાજાના સંતાન હોવા છતાં આશ્રમમાં બધું જ કામ પોતે કરતા હતા સુદામા જેવા મિત્રને પોતાની સાથે રાખી સમાજને બતાવ્યું કે મિત્રતાનું માધ્યમ ધન નો હોય નિસ્વાર્થ સ્નેહ હોય રુકમણી સિવાય એમના વિવાહ અન્ય પટરાણી સંજોગોને આધીન જાંબુવતી સત્યભામા વગેરે રાક્ષસો ના પંજામાંથી મુક્ત કરાવ્યા પછી એમના જ માટે જીવતી હોવાથી કૃષ્ણએ એમને આશરો આપ્યો હતો આપણે એમને કેટલા સમજી શક્યા એ તો મોટો પ્રશ્ન છે ધર્મ અર્થ અને કામ અને છેલ્લે મોક્ષ શ્રીમદ્ ભગવત ગીતા વિશ્વનુંમહાન ધર્મ પુસ્તક એમના મુખેથી મળ્યું છે આવા બાલકૃષ્ણથી શરૂ કરી યોગેશ્વર સુધીના કે પછી વિરાટ સ્વરૂપ સુધીના રૂપોને આપણે જાણવા રહ્યા માણવા રહ્યા
ત્યારબાદ તમામ બાળકો સાથે ગરબા અને ગુલાલ ઉડાડી મટકી ફોડ કાર્યક્રમ ઉત્સાહપભેર ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here