વાંસદા તાલુકાના સર્કિટ હાઉસ માં નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદનાં પ્રમુખની અધ્યક્ષતામાં વાંસદા તાલુકા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ યોજાઈ.

0
147
વાંસદા પત્રકાર એકતા પરિષદ


વાંસદા ખાતે નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ હરનિશભાઈ ની ઉપસ્થિતિમાં વાંસદા પત્રકાર સંગઠન ના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના ના હોદ્દેદારો દ્વારા જિલ્લા થી પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાંસદા તાલુકા સંગઠન નાં હોદ્દેદારો દ્વારા પત્રકારની સમસ્યાઓને લગતા કેટલાક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા.ત્યારે જિલ્લા સંગઠન પ્રમુખ હરનીશભાઈ દ્વારા જવાબો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે પત્રકારોની એકતા પર ભાર મૂકી એકબીજા નાં સહકારથી આગળ વધવાનું સૂચન કર્યું હતું.સાથે સાથે પત્રકારત્વ એ દેશની ચોથી જાગીર હોય એની ગરિમા જાળવવા અને હંમેશા નીડર બની સત્યની પડખે ઊભા રહેવાની અપીલ કરી હતી.
જિલ્લા સંગઠનના ઉપસ્થિત મહેમાનો દ્વારા તાલુકા સંગઠન હોદ્દેદારોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સાથેસાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ બેઠકમાં નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ હરનીશભાઈ, નવસારી જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ ચૌહાણ,રાજુભાઈ,આરિફભાઈ,દીપકભાઈ,રાવ સાહેબ હુસેન ભાઈ,સહિત વાંસદા સંગઠન ટીમના પ્રમુખ નટુભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રણવ પરમાર,અને બ્રિજેશ ભાઈ,મહામંત્રી સુનીલ ડાભી,
મંત્રી કેયુર પટેલ,ખજાનચી અમિત મૈસુરિયા, સાથે સાજીદ મકરાણી,મુકેશ દુબે,કુંદન પાટીલ,પ્રિતેશ પટેલ,ભૂપેન્દ્ર પટેલ વગેરે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા                 TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here