કલા સંવર્ધના કલાકારો પલાશ પર્વમાં
વાંસદા,
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી- ગુજરાત પલાશ પર્વ (હોળી મહોત્સવ) સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા વહિવટી તંત્ર તાપી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૭/૦૩/૨૦૨૪ દરમ્યાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, જિ.તાપી ખાતે આયોજીત પલાશ પર્વ (હોળી મહોત્સવ) ૨૦૨૩-૨૪ માં તા.૧૭/૦૩/૨૦૨૪ના રોજ ડાંગી નૃત્ય કાર્યક્રમ માં કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા તાલુકાના કલાકારો કલાવૃંદની કૃતિ પસંદગી કરવામાં આવી હતી,
જેમાં કલાકારો દ્વારા ગ્રામીણ ક્ષેત્રના આદિવાસી પર્વનો ખૂબ મોટો આનંદમય હોળીના ઉત્સવના ભાગરૂપે સાંસ્કૃતિક જીવન ઉપર વીણાયેલી તમામ સંસ્કૃતિને આવરી લીધી હતી અને ખૂબ સારું પ્રદર્શનના ભાગરૂપ કૃતિ પ્રસ્તુતિ કરી હતી.
વિશેષમાં કલા સંવર્ધન પ્રગતિ મંડળ, વાંસદાના ડૉ.વિજય પટેલ – ૭૫૬૭૯૭૩૨૪૧ જણાવે છે કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સમય સમય પર થતા રહેવા જોઈએ જેથી કરીને સસ્કૃતીનો હાર્દ બની રહે અને તેનો જાળવણી થાય વિશેષમાં ટીમ લીડર સાયરસ આગરી તેમજ તમામ કલાકારોના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-