સાંસ્કૃતિક કાર્યક્રમ

સુરખાઈ ધોડિયા સમાજ હોલ પર ધોડિયા સમાજના ડોક્ટરોનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું હતું.

ધોડિયા સમાજ ડોક્ટર એસોસિએશન તરફથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં એમના સ્નેહમિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ધોડિયા સમાજના ડોક્ટર એસોસિએશન ના સેક્રેટરી ડોક્ટર લોચન શાસ્ત્રીના જણાવ્યા મુજબ સૌપ્રથમ પ્રકૃતિની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં 1000 થી વધુ ધોડિયા ડોક્ટરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોડિયા જ્ઞાતિ સાથે ચાલી આવેલી સાંસ્કૃતિક વારસાનું એક મ્યુઝિયમ બનાવી પ્રદર્શનની પણ મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એક મોટી વિશેષતા એ હતી કે આખો કાર્યક્રમ ધોડિયા ડોક્ટરને મહિલા ડોક્ટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જેની વિશેષ જવાબદારી પાર્ટીના ડોક્ટર જીજ્ઞાબેન ગરાસીયા દ્વારા ઉપાડવામાં આવી હતી. આ પ્રસંગે ધોડિયા ડોક્ટરના ખૂબ જ સન્માનિય એવા ડોક્ટર ગુલાબભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલ જનરલ સર્જરીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથે જ ધોડિયા ડોક્ટરના ખૂબ જ સિનિયર ડોક્ટર એવા આહવાના ડોક્ટર એ જી પટેલ સાહેબનું ભાવનગર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ધોડિયા ડોક્ટરના ખૂબ જ સિનિયર ડોક્ટરો અને ધોડિયા જ્ઞાતિના સન્માનનીય એવા કલ્યાણજીભાઈ પટેલ, ડોક્ટર પ્રદીપભાઈ ગરાસીયા, સિકલ સેલ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ્યોતિષ પટેલ, સર્પદંસના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ડી સી પટેલ અને ગણ માન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

ડોક્ટર પ્રદીપ ગરાસીયા ધોડિયા સમાજ દ્વારા આદિવાસી બાળકોને જે ભણવામાં સહાય આપવામાં આવી હતી તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને સમાજને સૌને એકત્રિત થઈ રહેવા અપીલ કરી હતી.

ડોક્ટર એસોસિયેશનના સેક્રેટરી ડોક્ટર લોચન શાસ્ત્રીએ કોરોના આદિવાસી સમાજમાં ઘણા બધા બાળકોને થઈ ગયા છે .અને એમને આપણી ખૂબ જ જરૂર હોય એમને મળી અથવા શોધી એમને મદદ કરવા માટે અપીલ કરી હતી. અંતે સૌ ડોક્ટરો એ ધોડિયા જ્ઞાતિનું તુર નૃત્ય કરી અને રાષ્ટ્રગાન ગાયને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!