વાંસદા તાલુકાના હનુમાનબારી પ્રાથમિક શાળામાં તા 9/2/2024ના દિને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી.
જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાળગીત,નાટક ડાન્સ,વગેરે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી.સમારંભના પ્રમુખ તરીકે ડો. શ્રી મનીષભાઈ પટેલ શિવમ હોસ્પિટલ હનુમાનબારી તથા તા. પં.સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ, સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ,ત. ક.મંત્રી શ્રી વિમલભાઇ, ગણેશભાઈ ભોયા, આશિષભાઈ રાજુભાઈ સોલંકી, જસરામભાઈ ,ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ,તથા એસ. એમ.સી.સભ્યો,કેન્દ્રની શાળાના શિક્ષકો,ગામના આગેવાનો વાલીઓ,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
શાળાના શિક્ષકોએ ખૂબ જ સુંદર કૃતિઓ તૈયાર કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અમિત મૈસુરીયા-