પીયુષ પટેલના નેતૃત્વમાં ઝરી ગામના બનાવ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં તાળાબંધી તથા ધરણા કરવાની ચીમકી…વાંસદા પોલીસે તાત્કાલિક કરી ધરપકડ

0
219


ગણતરીની મિનિટોમાં જ વાંસદા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી…

પીયુષ પટેલની ઉગ્ર રજુઆતનો પડઘો…

સાંજ સુધીમાં આરોપીઓની ધરપકડ કરવા માટેની પોલીસ સ્ટેશનમાં કાર્યકર્તાઓ સાથે ઉગ્ર રજુઆત કરતા પીયુષભાઈ પટેલ.
…………………………….
ગત વિધાનસભાની ચૂંટણીના ભાજપ પક્ષના ઉમેદવાર એવા પીયુષભાઈ પટેલ પર થયેલ ઝરી ગામના હુમલામાં તેઓએ આ બાબતે તા.૧/૧૨/૨૨ ના રોજ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ વાંસદા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ તો કરી પરંતુ ગણતરીના કલાકોમાં આરોપીઓને જામીન મુક્ત કરતા પોલીસ દ્વારા ભીનું સંકેલાયું હતું..તથા ગત ૮/૧૨/૨૨ ના આજ ઝરી ગામે ભાજપના કાર્યકર્તાઓ એવા ઉમેશભાઈ પટેલ તથા હેમંતભાઈ પટેલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરી ધાક ધમકી આપી હતી..આ અંગે પણ પ્રતાપનાગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી..પરંતુ આજદિન સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પીયુષભાઈએ આ અંગે વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને ભેગા કરી આ બાબતે ચર્ચા વિચારણા કરી વાંસદા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ વસાવાને મળી ઉગ્ર રજુવાત કરી હતી

હાલ ના સમયમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર હોય તો ઉમેદવાર તેમજ ભાજપના કાર્યકર્તાઓ પર થયેલો જીવલેણ હુમલો ખુબજ નિંદનીય બાબત હોય જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ સખ્તમાં સખત સજા કરવામાં આવે એવી ઉગ્ર રજુવાત પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જો આ બાબતે સખત પગલાં લેવામાં ન આવે તેમજ આજ સાંજસુધીમાં આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વાંસદા પોલિસ સ્ટેશનનો ઘેરાવો કરી વાંસદા પોલીસ સ્ટેશનને તાળા બંધી કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ વાંસદા પોલીસ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી
…………………………..

Today 9 Sandesh News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here