વાંસદા તાલુકાના રાણીફળીયા ગામ નાં સારિયાંફળીયા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

0
159

વાંસદા તાલુકાના રાણીફળીયા ગામ નાં સારિયાંફળીયા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. હતી

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી કરવામાં આવી આ પ્રસંગે શાળાની શરૂઆત તારીખ – ૧૦-૦૮-૧૯૮૦નાં આચાર્ય ચીમનભાઈ પરમાર તથા માજી આચાર્ય બાબુભાઇ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિજયભાઈ, પ્રકાશભાઈ, ગૌરવભાઇ, પ્રવીણભાઈ, ઠાકોરભાઈ તથા ઈલેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ બાબુભાઇ, માજી તાલુકા પંચાયત સભ્ય રાયલુંભાઈ, મુખ્યદાતા કિસનભાઈ ડોલારામભાઈ, હિતેષભાઇ,દિનેશભાઇ,ભવરલાલભાઈ, ડોક્ટર લોચન શાસ્ત્રી, વનવિદ્યાલય આંબાબારીનાં આચાર્ય ડૉ. કમલેશભાઈ ઠાકોર, હરીશભાઈ પરમાર, બી. આર. સી ગમનભાઈ, સી. આર. સી. હનુમાનબારી નાં ધનલક્ષ્મી બેન કેળવણી નિરીક્ષક આનંદીબેન તથા ફાલ્ગુનીબેન,

હનુમાનબારી .ઉમેશભાઈ હનુમાનબારી કેન્દ્રની તમામ શાળાના આચાર્યશ્રીઓ તથા મોટીસંખ્યામાં ગામના વાલીઓ તથા ગ્રામપંચાયત નાં સભ્યો તથા smc સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ નાટક તથા વક્તૃત્વ રજુ કર્યા હતા આ પ્રસંગે સી. આર. સી ધનલક્ષ્મીબેન, ડૉ કમલેશભાઈ ઠાકોર, માજી ટી. પી. ઓ. હરિશપરમાર તથા ગામના સરપંચ બાબુભાઇ શાળાનો ભૂતકાળનો ચિતાર રજુ કર્યો હતો અને આ શાળા ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કિસનભાઈ સેંગાર તરફથી શાળાના બાળકો તથા તમામ મેહમાનો માટે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજયભાઈ એ શાળાને ૫૦૦૦ રૂપિયાનું તથા લક્ષ્મી ટ્રેડર્સ તરફથી રૂપિયા ૧૧૦૦ તથા વાલીશ્રી ગૌતમભાઈ તરફથી રૂપિયા ૫૦૦નું દાન તથા પ્રકાશભાઈ અને ગૌરવભાઇ તરફથી શાળામાં કેક આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઇ એ તમામ મેહમાનોનું સ્વાગત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ઉ. શિ. મહેશભાઈએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવામાટે શાળાપરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

TODAY 9 SANDESH NEWS. અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here