વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વાંસદા ખાતે જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા દ્વારા વાંસદા ના પ્રસિદ્ધ સંગીતકાર જય કિશનજી ની પ્રતિમાને પુષ્પ અર્પણ નો કાર્યક્રમ કરી જયકિશનજીને યાદ કરવામાં આવ્યા હતા..
આ પ્રસંગે વાંસદા ના નામી નગરજનો હાજર રહ્યા.
નટુ ભાઈ પંચાલ, રવુભાઈ પાનવાલા, પ્રદ્યુમનસિંહ સોલંકી, જયેશભાઈ પારેખ , તેમજ વાંસદા ના સરપંચ ગુલાબભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ, ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા ના પ્રમુખ હરદીપ દેસાઈ, સેક્રેટરી મહેશભાઈ પટેલ, ખજાનચી નિરજ ભાઈ પારેખ તેમજ ફાઉન્ડેશનના અન્ય સભ્યો મયુરભાઈ પારેખ, મનોજ ભાવસાર, પ્રીતિ બેન મહિડા, પ્રીતિ બેન પારેખ, મિત્તલ બેન ગરાસિયા વિગેરે હાજર રહ્યા હતા.
વધુમાં વાંસદા ના નાયબ મામલતદાર શ્રી નિલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા રાત્રે સરસ મઝા ના ગીતોના કાર્યક્રમ નું વાંસદા ના નગરજનો માટે આયોજન કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-