વાંસદા તાલુકાના ભીનાર અને સિંગાડ ગામે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં લોકલાડીલા વલસાડ ડાંગના સાંસદ ડો. કે સી પટેલએ હાજર રહી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેતુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. અને યોજનાઓની ૧૦૦% અમલવારી કરવા માટે જનભાગીદારીની ભાવનાઓમાં તેમની ભાગીદારી મેળવવાનું છે.
દરેક વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ ફરજીયાત કાઢવું જોઈએ, એ આપણને બહુ ઉપયોગી થાય છે.હવે દરેક જણના ખાતામાં પૈસા આવે, વચેટિયો કોઈ આવે નઈ, ઉપરથી એક રૂપિયો મોકલવાય તો એક રૂપિયો જ ખાતામાં જમા થઈ જાય છે.પહેલાના સમયે એક રૂપિયો મોકલાવતી સરકાર તો લોકોને પંદર પૈસા જ મળે, વિધવા સહાયના પૈસાથી માંડીને ખેડૂતોની સહાય પણ ખાતામાં જમા થાય છે.
આ કાર્યક્રમમા વાંસદા ભાજપા મહામંત્રી રાકેશભાઈ શર્મા, વાંસદા ભાજપ મહામંત્રી સંજય બિરારી જી.પ ઉપપ્રમુખ અંબાબેન માહલા શિવેન્દ્રસિંહ સોલંકી, સુમિત્રા બેન, પધ્યુમનસિંહ સોલંકી, જયશ્રીબેન, અશ્વિન ગામીત, અલ્લારાખુભાઈ, લોચન શાસ્ત્રી તેમજ ગામના સરપંચ અને આજુબાજુની ગ્રામ પંચાયતના સરપંચઓ હાજર રહ્યા હતા.
ભાજપ સરકારમાં છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેતુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. અને યોજનાઓની ૧૦૦% અમલવારી કરવા માટે જનભાગીદારીની ભાવનાઓમાં તેમની ભાગીદારી મેળવવાનું છે.
– ડો.કે.સી.પટેલ, ડાંગ વલસાડ વાંસદા સાંસદ】
Today 9 sandesh News
અમિત મૈસુરીયા-