વાસદા ગાંધી મેદાન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પતંગ ઉત્સવ ઉજવાયો…પ્રાંત અધિકારી ડી.આઇ પટેલ નું પતંગ અને ફીરકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .

0
77

સમગ્ર શિક્ષા વાંસદા દ્વારા ગાંધી મેદાન વાંસદા ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત વાંસદા તાલુકા પ્રાંત અધિકારી સાહેબ ડી.આઇ પટેલ સાહેબનું પતંગ અને ફીરકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એમના દ્વારા તાલુકા માંથી ઉપસ્થિત 77 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ અને ફીરકીનું વિતરણ કરી પતંગ સાથે ફુગ્ગાને હવામાં તરતા મૂકી પતંગ ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તલના લાડુ અને ચીકી દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી જીવનમાં પ્રગતિના ઉચ્ચ સોપાનો પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી…

ઉપસ્થિત તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ તેમજ બીઆરસી કોઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર અને સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુંદર આયોજન કરી દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાર્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here