વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા તા.વાસદા ખાતે શ્રી સવિતાબેન આર.ગાઇન નો નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો.
જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડી. દેસાઈ,ગામના સરપંચ રાકેશભાઈ પટેલ,ત.ક.મંત્રી વિમલભાઈ, પ્રભુભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો તથા એસ.એમ.સી.ના સભ્યો અને વાલીઓ તથા કેન્દ્રની શાળાના મુ. શિ.ઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગેશભાઈ દેસાઇ એ સવિતાબેનની શાળામાં શૈક્ષણિક કામગીરી અને કર્તવ્ય નિષ્ઠા તથા નિયમિતતા અંગેની વાતો કરી તથા એમનું જીવન દીર્ઘાયું બને તથા પરિવાર સાથે સુખમય જીવન વિતાવે એવી શુભેચ્છા પાઠવી હતી
અંતે શાળા પરિવાર દ્વારા વિદાયમાન બેનશ્રીને સન્માન પત્ર તથા શાલ ઓઢાડી,સ્મૃતિ ભેટ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-