નવસારી જીલ્લાની વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક તથા ગુજરાત રાજ્ય સચાલક મહામંડળના ઝોનલ ચેરમેનને દક્ષિણ ગુજરાત યુનિ.ના સેનેટ મેમ્બર ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે એવોર્ડ સંદર્ભે ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય એવોડી ટીચર્સ ફેડરેશન દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતા.
ઉઝાં ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોના અધિવેશનમાં ગુજરાત રાજ્ય સચાલક મહામંડળના ઝોનલ ચેરમેન અને શ્રી સત્ય સાંઈ સ્કુલ્સના મેનેજીગ ટ્રસ્ટી ર્ડા. કમલેશ ઠાકોરને બેસ્ટ એવોર્ડ આચાર્ય તરીકે એવોર્ડ – ૨૦૨૩ સંદર્ભે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋશિકેશ સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે માનનીય ઋષિકેશ પટેલ મંત્રી, આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો – ગુજરાત સરકાર માન. હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા, માન ર્ડા સી.જે . ચાવડા, ધારાસભ્ય વિજાપુર, કીરીટભાઈ પટેલ, ધારાસભ્ય ઊંઝા કન્યા કેળવની મંડળ ઊંઝા, દાતાશ મનુભાઈ ચિકસી પુર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થયો હતો. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી કામગીરી કરનાર વર્ષ – ૨૦૨૩ ના ગુજરાત રાજ્યના તથા રાષ્ટ્રીય એવોર્ડ ટીચરોનુ બહુમાન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે ઋષિકેશ સાહેબે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત રહિ ઉચ્ચ કામગીરી કરતા રહો અને ગુજરાત રાજ્યનુ નામ રાષ્ટ્ર લેવલે વધે એવા પ્રયત્નો સત્ત કરતા રહેશો એવા આશિર્વચનો આપ્યા હતા.
રાષ્ટ્રીય એવોર્ડ સારસ્વત શિક્ષકોને બે શિલ્ડ, શાલ, શ્રીમદ ભગવતગીતા પુસ્તક, ખાદીના રૂમાલ, લંચ બોક્ષ, આર કે જવેલર્સની કેરી બેગ ડાયરી અને બોલપેન દ્વારા સન્માન કરવામા આવ્યુ. તથા ગુજરાતની એસ ટી બસમાં આજીવન અમર્યાદિત કિલોમીટરની નિ:શુલ્ક મુસાફરી માટે જી એસ આર ટી સીનો બસ પાસ આપવામાં આવ્યો હતો. ફેડરેશન ના પ્રમુખ શૈલેષભાઈ તથા મંત્રીશ્રી સંજયભાઈની સેવાકીય કામોથી કાર્યક્રમને ચાર-ચાંદ લગાવ્યો હતો. તે બદલ એમનો વિષેશ આભાર માનવામાં આવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા